- બાળકના અપહરણ મામલે 2 આરોપીઓની ધરપકડ
- 12 માર્ચે અપહરણ કર્યું હતું
- 2 આરોપીને આંધ્રપ્રદેશથી પકડી પાડવામાં આવ્યા છે
અમદાવાદઃ પોલીસ સંકજામાં આવેલા બંને આરોપીઓને રેલવે પોલીસે ભારે જહેમત બાદ આંધ્રપ્રદેશથી પકડી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓએ MPમાં 2 વર્ષીય બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સાથેની પૂછતાછમાં સામે આવ્યું છે કે, આરોપી સુબ્રમણિયમ છેલ્લા 10-12 વર્ષથી ગાંધીધામમાં રહે છે અને જુદા-જુદા કામ કરે છે. ફરિયાદી પણ રેલવે ટ્રેકની મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બાળકને 12 માર્ચની રાતે અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
2 વર્ષના બાળકના અપહરણ મામલે 2 આરોપીની ધરપકડ આંધ્રપ્રદેશથી બાળકને બચાવાયો
પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં 2 ઈસમો બાળકને બાઈક પર લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે એક મોબાઈલ પણ ચોરી થયેલી હતી. જેથી પોલીસે મહોમદને પકડી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, બાળકને સુબ્રમણિયમ લઈને જતો રહ્યો હતો. પોલીસ દ્વારા આંધ્રપ્રદેશ જઈ બાળકને બચાવી લાવેવામાં આવ્યો હતો. આ અંગે તપાસમાં સામે આવ્યું કે, સુબ્રમણિયમને બાળક ન હતો જેથી તેને આ અપહરણ કર્યું હતું અને જેમાં મહોમદે બાળક વિશે માહિતી આપી હતી અને જેમાં તેને 1 લાખ લેવાની વાત કરી હતી.
તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી
નોંધનીય છે કે, હાલ તો સુબ્રમણિયમ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તેવું પોલીસના સામે આવ્યું નથી પરંતુ મહોમદ સામે કોઈ ગુનો છે. કે કેમ અને આ પહેલા પણ તેને આવું કર્યું છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે સાથે સુબ્રમણિયમ અને અન્ય આરોપીઓ કોઈ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંડોવાયેલા છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.