ગુજરાત

gujarat

ETV Bharat / state

નારોલ વિસ્તારમાંથી 200 કિલો યુરિયા ખાતર સાથે 2 આરોપી ઝડપાયા... - Ahmedabad police

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ટ્રક ભરીને યુરિયા ખાતર લઈ જઈ રહેલા 2 શખ્સોને સીટી પોલીસે ઝપડી પાડ્યા છે. ટ્રકમાંથી 200 થેલા યુરિયા ખાતર મળી આવ્યું હતું અને પોલીસ તપાસમાં વધુ 100 કિલો બીજું યુરિયા ખાતર મળી આવ્યું હતું. આમ કુલ 300 કિલો યુરિયા ખાતર પોલીસે કબ્જે કર્યું છે.

By

Published : May 8, 2019, 5:27 AM IST

મોતીપુર ચોકડી પાસેથી પસાર થઈ રહેલું ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે ટ્રકમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન ટ્રકમાંથી કુલ 200 કિલો યુરિયા ખાતર મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે ટ્રક ડ્રાઇવર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આકાશ ફેશન ટ્વિન્સ નામની ફેક્ટરીનું નામ પણ સામે આવ્યું હતું. પોલીસે કંપનીએ જઇને તપાસ કરતા ત્યાંથી પણ બીજુ 100 કિલો યુરિયા મળી આવ્યુ હતુ. આમ પોલીસે કુલ 300 કિલો યુરિયા જપ્ત કર્યુ હતુ.

સામાન્ય રીતે યુરિયાનો ખાતર માત્ર ખેડૂતો જ ઉપયોગ કરી શકે છે. તો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસે કૃષિ વિભાગને પણ જાણ કરી છે. હાલ ફેકટરી માલિકનું નામ નરેશ શર્મા તરીકે સામે આવ્યું છે પરંતુ તે હજુ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં પોલીસે બાકીની કર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details