ઉલ્લેખનીય છે કે, 1984માં થયેલા શીખ નરસંહાર દરમિયાન અમદાવાદમાં પણ 60 જેટલા શીખ પરીવારોની સંપતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જો કે વળતર પેટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયો પણ ચુકવવામાં આવ્યુ નથી. અરજદારની માગ છે કે, અન્ય રાજ્યોમાં શીખ રમખાણ પીડિતોને વળતર ચુકવવામાં આવ્યું છે તો ગુજરાતમાં કેમ તેમની સાથે મતભેદ કરવામાં આવી રહ્યો છે. અરજદારે રિટમાં સ્પષ્ટતા કરતા રજુઆત કરી કે, વાત વળતરની નહિ પરંતુ ન્યાયની છે, સરકાર વળતર પેટે એક રૂપિયો પણ આપશે તો તેને ન્યાય થયો તેમ માની લેવાશે.
1984 શીખ રમખાણ પીડિતોએ સંપતિ નુકસાનના વળતર માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી - High Court news
અમદાવાદ: વર્ષ 1984માં થયેલા શીખ રમખાણ દરમિયાન અમદાવાદમાં અસરગ્રસ્ત થયેલા 60 જેટલા શીખ પરીવારો વતી વળતરની માગ સાથે 4 જેટલા શીખ પરીવારોએ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવેલી આ રિટમાં દલીલ કરવામાં આવી છે કે, હાલમાં જ વડાપ્રધાન મોદી દ્વારા શીખ રમખાણ પીડિતોને વધારાના વળતર ચુકવવાની જાહેરાત કરી હતી જ્યારે તેમને 35 વર્ષથી મૂળ વળતર પેટે એક રૂપિયો પણ ચુકવવામાં આવ્યો નથી. આ મામલે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાય તેવી શક્યતા છે.

અરજદારે રિટમાં જણાવ્યું છે કે, અગાઉ તેમણે આ મુદે હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી દાખલ કરેલી અરજી અમદાવાદ કલેક્ટર દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટને ધ્યાનમાં લીધા બાદ કાઢી દીધી હતી. અરજદારનો આક્ષેપ છે કે, તેમના તરફે સંપતિના નુકસાન મુદે રજુ કરાયેલા દસ્તાવેજોને ધ્યાને લેવામાં આવ્યા નથી. અરજદારનો આક્ષેપ છે કે, તેઓ કોઈ ભીખ કે દાન માંગી રહ્યાં નથી પરંતુ, કેન્દ્ર સરકાર દ્વારા શીખ પીડિતોને વળતર ચુકવવાની જાહેરાત કરાઈ છે તો ગુજરાતના શીખ રમખાણ પીડિત પરીવાર સાથે કરવામાં આવી રહેલો અન્યાય તેમના મૂળભૂત અધિકારોના ઉલ્લઘંન સમાન છે.
અરજદારની દલીલ છે કે, છેલ્લા 35 વર્ષમાં તેમણે કેન્દ્ર, રાજ્ય સરકાર, કલેક્ટર, મહાનગરપાલિકા સહિત તમામ સતાધિશ પક્ષોને રજુઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, 1984માં શીખ રમખાણો થયો હતો અને ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ સુરક્ષા કર્મીએ ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી.