ઝેવિયર્સ કોલેજના ઉત્કર્ષ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો - Xavier's College
વર્ષ 1970માં ઝેવિયર્સ કોલેજ અમદાવાદે ત્રણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એડમિશન આપી તેમને આગળ વધવાની તક પુરી પાડી હતી. ઝેવિયર્સ કોલેજની ઉત્કર્ષ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'ગેટ ટુ ગેધર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો હતો.
ઝેવિયર્સ કોલેજ
અમદાવાદ: ઝેવિયર્સ કોલેજ અમદાવાદની ઉત્કર્ષ સંસ્થાને 17 વર્ષ પુરા થયાના અવસરે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. ઉપરાંત આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે તેમણે પોતાના જીવનનો અનુભવ શેર કર્યો હતો અને બીજા વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રેરણા પુરી પાડી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આપણી પાસે જે છે તે બીજા પાસે હોતું નથી. માટે નિરાશ થયા વગર આપણી પાસે જે છે તેનો સ્વીકાર કરીને હંમેશા આગળ વધવું જોઈએ.