અમદાવાદ: એશિયાટીક સિંહ જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. જે માત્ર ગુજરાતના ગિરનાર જંગલોમાં જ જોવા મળી આવે છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કાંકરીયા ખાતે આવેલું છે. અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં એક એશિયાટિક સિંહનું વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું છે. આ સિંહને 2008માં જુનાગઢ ખાતે આવેલ સક્કરબાગ ઝુ માંથી અહીંયા લાવવામાં આવ્યો હતો.
વનરાજ પણ વૃદ્ધ થાય, અમદાવાદમાં એશિયાટિક લાયન અનંતની વાટે આ કારણે અવસાન:અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ કાંકરિયા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય 26 ડિસેમ્બર 2008ના દિવસે જુનાગઢ ખાતે આવેલ સકકરબાગ ઝુથી અંબર (નર) સિંહને લાવવામાં આવ્યો હતો. જેની હાલ ઉંમર 18 વર્ષ જેટલી હતી. જોકે એશિયાટિક સિંહનું આયુષ્ય 15 થી 16 વર્ષનું હોય છે. પરંતુ આ સિંહ વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક રીતે નબળાઈ જોવા મળતી હતી. જેના કારણે છેલ્લા 15 દિવસથી બીમાર હતો--ક્રિએશન હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે
આ પણ વાંચો Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા
નિયમ મુજબ અગ્નિસંસ્કાર:કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે અંબર નામનો સિંહ વૃદ્ધાવસ્થાને કારણે 27 ફેબ્રુઆરી 2023 ના રોજ મૃત્યુ થયું છે. આ એશિયાટીક સિંહ મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે આણંદ ખાતે આવેલ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યાં પોસ્ટપોટમના રિપોર્ટ મુજબ આ એશિયાટિક સિંહનું મૃત્યુ વૃદ્ધા અવસ્થાને કારણે થયું હતું. જેથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ વન ખાતાના અધિકારી તેમજ પંચોની હાજરીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. મૃત એશિયાટિક સિંહના તમામ અવયવો જેવા કે નખ ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની રાખને ઊંડા ખાડામાં દાટીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Junagadh Sasan Forest: સાસણ ગીરમાં પણ હવે જોવા મળશે શોલે, જય-વીરૂની થઈ ચૂકી છે એન્ટ્રી
કેટલા વન્ય પ્રાણીઓ છે:હાલમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલ 2006 વન્ય પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવેલ છે. તેમાં એશિયાટીક સિંહ નર 1 અને માદા સિંહ 2, વાઘ નર 1 અને માદા વાઘ 2, સફેદ વાઘણ 1, દીપડા 4, 1 જોડી હિપોપોટેમસ, હાથણી 1 ,ઝરખ માદા 1 અને રીંછ 1 અને શિયાળ 16 છે.