19 દિવસમાં 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લેવાયાંઃ અર્જુન મોઢવાડીયા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે પેટ્રોલ-ડિઝલમાં સતત 19ના દિવસે ભાવવધારો ઝીંકીને લોકોની કમર તોડી નાખી છે ત્યારે વિરોધ પક્ષ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે આક્રમણ વચ્ચે ધરણાં અને આંદોલનના મૂડમાં ફેરવાઈ રહ્યું છે. વિરોધ પક્ષે ગુજરાતના અનેક મોટા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યાં છે અમદાવાદમાં કોંગ્રેસના અનેક નેતાઓ પણ સરકાર સામે બાંયો ચઢાવી દીધી છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ આ મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું છે
અમદાવાદઃ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાનું પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે એક નિવેદન સામે આવી રહ્યું છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે પહેલીવાર એવું બન્યું છે કે આઝાદી પછી આપણે ત્યાં પેટ્રોલે ડીઝલને પછાડ્યું છે. આ સિલસિલો છેલ્લાં 19 દિવસમાં સરકારી ભાવ વધારો કરીને પ્રજા પાસેથી કુલ 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે આજે ૪૦ ડોલરે એક બેરલ મળે છે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા કેમ ઝીંકવામાં આવે છે. મારા સવાલો સત્તામાં બેઠેલાં લોકોને છે કે પહેલાં ભાવ વધારા થાય ત્યારે દેખાવ કરનારા આજે કેમ ચૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે અમારી માગ છે કે કોંગ્રેસના સમયમાં પેટ્રોલ-ડીઝલમાં જે ભાવ હતો તે ભાવ આજે કરો. યુ.પી.એ સરકારની નીતિ પ્રમાણે આજે 40 રૂપિયા પેટ્રોલ મળે તેમ છે.