અમદાવાદ: પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ & ગાઈડ્સની 17મી સ્ટેટ રેલીનો શુભારંભ 15 ડિસેમ્બર 2023ના રોજ મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ન્યુ રેલવે કોલોની સાબરમતી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
800 સ્કાઉટ/ગાઈડ્સ તથા લીડર્સે ભાગ લીધો:આ સ્ટેટ રેલી (કેમ્પ) માં પશ્ચિમ રેલવે સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના 7 જિલ્લા સંઘના અને ક્ષેત્રીય રેલ્વે અને નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરાનગર હવેલીના ના લગભગ તમામ 800 સ્કાઉટ/ગાઈડ્સ તથા લીડર્સ ભાગ લઈ રહ્યા છે. આ રેલીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, Pioneering, વિવિધ કૌશલ્ય સંબંધિત કાર્યક્રમો સ્કાઉટ/ગાઈડ્સના બાળકો દ્વારા કરવામાં આવશે.
મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે સ્કાઉટ્સ ગાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક ટીમવર્ક, નેતૃત્વ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે અને ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના મૂલ્યો અને આદર્શોને પ્રોત્સાહન આપવાનો છે.
કોણ કોણ હાજર રહ્યા: આ દરમિયાન નેશનલ કમિશનર સ્કાઉટ્સ એન્ડ ગાઈડસ મનીષ મહેતા, ડિસ્ટ્રિક્ટ ચીફ કમિશનર અને અપર મંડળ રેલ પ્રબંધક દયાનંદ સાહુ, ડિસ્ટ્રિક્ટ કમિશ્નર અને વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર સાબરમતી અશોક કુમાર મીના અને સ્ટેટ સેક્ર્રેટરી પશ્ચિમ રેલવે અને ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર મિશલ તથા મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- વિશ્વ સમક્ષ ભારતનું નવલું નજરાણું : સુરત ડાયમંડ બુર્સ, વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટરની વિશેષતા જાણીને તમે પણ કહેશો હા મોજ ! હા...
- સુરતમાં સોના-ચાંદી અને હીરાથી બે કિલો વજનની ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવાઈ, હિરા ઉદ્યોગપતિની કરામત