અમદાવાદઃ કોરોનાનાં કેસ શહેરમાં ઘટી રહ્યાં છે જો કે, હજી પણ અનેક લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં હાલમાં 40 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાંથી 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં પૂર્વના 3, ઉત્તરનો એક અને દક્ષિણના 5 ઝોનનો સમાવેશ થાય છે. જ્યારે નવા 15 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ હાલ શહેરમાં કુલ 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.
મહત્વનું છે કે, સ્વામિનારાયણ મંદિર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયું છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 6 જેટલા સંતો કોરોનાગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસથી તેની સારવાર લઇ રહ્યાં હતા. હાલમાં તેઓની હાલત સુધારા પર છે. મંદિરના તમામ સંતો મંદિરમાં રૂમમાં છેલ્લા 10 દિવસથી ક્વોરન્ટીન છે. ક્યાંથી ચેપ લાગ્યો તે બાબતે તેઓ અજાણ છે.
નવા 15 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયાં
મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર
બ્લોક ક્યૂ, આકૃતિ ટાઉનશિપ નારોલ
કર્ણાવતી પાર્ક સોસાયટી નિકોલ
કેન્સાસ દેવસ્ય વસ્ત્રાલ
લવકુશ હાઇટ્સ વસ્ત્રાલ
જય મિત્રા સોસાયટી રામોલ હાથીજણ
બ્લોક સી તુલસી પાર્ક સોસાયટી અર્બુદાનગર
સૌભાગ્ય એપાર્ટમેન્ટ ઘાટલોડીયા બી બ્લોક
ચાણક્યપુરી સેકટર-4 ઘાટલોડીયા
સાયોના સીટી પાર્ટ 1 ઘાટલોડીયા
શૈફાલી એપાર્ટમેન્ટ વાસણા