આ ભાઈએ બનાવી 15 કિલોની ફિરકી અમદાવાદ છેલ્લા બે વર્ષથી તહેવારોનો રંગ ફિકો પડ્યો છે. પરંતુ આ વર્ષના કોરોનાના કેસો ઓછા હોવાના કારણે સરકારે પણ ઢીલો દોર મુક્યો છે. તમામ તહેવારોમાં કોરોનાની ગાઈડલાઈનમાંથી આઝાદ થઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે થોડા જ દિવસોમાં ઉત્તરાયણનો(ahmedabad uttarayan 2023 ) તહેવાર આવી રહ્યો છે. જેની ઉજવણીને (kite festival 2023 ahmedabad) લઇને અમદાવાદીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. આ વખતે તો આ ઉત્સાહ બમણો થવાનો છે કેમકે હાલ તો કોરોનાના કેસો કાબૂમાં છે. તો બીજી બાજુ લોકોના ઉત્સાહજોઇને વેપારીઓએ (15 kg firki length of 7 feet made by Salimbhai) પણ કમરકસીને તૈયારીઓ કરી લીધી છે. માર્કેટમાં અવનવા પંતગો, ફીરકીઓ લાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એક વેપારીએ ગ્રાહકને આકર્ષવા માટે વિશાળકાય (7 feet firki in ahmedabad) ફીરકી બનાવી છે. જે ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
15 અને 11 કિલોની બે બે ફિરકી 5 ફૂટની ફીરકી આ ફીરકીબનાવનાર સલીમભાઈએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કેહું પતંગના વ્યવસાય સાથે છેલ્લા 22 વર્ષથી સંકળાયેલો છું. હું દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે. જેથી હું દર વર્ષે અવનવી ફીરકી બનાવવાનો પ્રયત્ન કરું છું. આ વર્ષે પણ મેં 7 ફૂટ બે ફીરકી બનાવી છે. જેમાં એક લાકડાની ફીરકી બનાવી છે. જે અંદાજિત 11 કિલો વજનદાર છે. જ્યારે બીજી સ્ટીલની ફીરકી બામાવી છે. જે અંદાજિત 15 કિલો(15 kg firki in ahmedabad )વજનદાર ફીરકીછે.
આ પણ વાંચો કોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ
6 મહિના મહેનતવધુમાં જણાવ્યું હતું કે લાકડાની ફીરકી(15 kg firki length of 7 feet made by Salimbhai) બનાવતા 6 મહિના જેટલો લાગે છે. કેમ કે લાકડામાંથી બનાવતા વાર લાગે છે. જેમાં ફીરકી બનાવતી વખતે લાકડામાં કોતરણી કરતી વખતે લાકડું ફાટી પણ જાય છે. જેના કારણે ફીરકી બનાવતા ઘણો સમય જાય છે. એટલે અમુક સમયે ફીરકી બે મહિના પણ તૈયાર થઇ જાય છે. જ્યારે અમુક વખતે ફીરકી બનાવતા 6 મહિના જેટલો સમય પણ લાગે છે. મેં ગત વર્ષે 8 ફૂટની ફીરકી બનાવી હતી. જેનું વજન 100 કિલો છે. હાલમાં તેની અંદર લાઈટ ગોઠવી છે.આવી મારી પાસે અંદાજિત 4 ફીરકી છે.જે મેં મારા હાથે બનાવી છે.
આઝાદી વખતની ફીરકી સલીમ ભાઈ જણાવ્યું હતું કે મારી પાસે પિત્તળ એક ફીરકી છે. જે મને મારા દાદાએ ભેટ સ્વરૂપે આપી હતી. હાલમાં આ ફીરકી સાચવીને રાખી હતી. આ ફિરકીની ખાસિયત એ છે, આ ફિરકીમાં સંપૂર્ણ રીતે પિત્તળની છે. જેમાં દરેક ધર્મના પ્રતીક જોવા મળી આવે છે. જેમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ,ખ્રિસ્તી ધર્મના પ્રતીકો જોવા મળી આવે છે. હું માનું છે કે આ ફીરકી કદાચ આઝાદી બાદની પ્રથમ ઉત્તરાયણ ફીરકી હોઈ શકે છે.
35 ટકા જેટલો વધારો આ વખતે 30થી 35 ટકા વધારો (kite festival in ahmedabad ) જોવા મળી રહ્યો છે. દર વખતે 15 ડિસેમ્બરથી (uttarayan 2023 ahmedabad) ગ્રાહકનો ઘસારો જોવા મળતો હોય છે. પણ આ વખતે 35 ટકા જેટલો વધારો હોવાથી મંડી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી રહી છે. સાથે આશા પણ રાખી રહ્યા છે. 5 તારીખ બાદ બજારમાં ગ્રાહકની સંખ્યામાં વધારો થાય તેવી શકયતા જોવા મળી રહી છે.