અમદાવાદ: કોરોના વાઈરસના કારણે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે મૂળ ભારતીય પણ વિદેશમાં અલગ હેતુથી ગયેલા હોય તેવા અનેક લોકો ફસાયા છે. ભારત સરકારે તેમને પરત લાવવા પણ આયોજન કર્યું છે. જેમાં ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી ફસાયેલા 139 વિદ્યાર્થીઓને અમદાવાદ પરત લાવવામાં આવ્યા છે.
ફિલિપાઈન્સના મનીલાથી 139 વિદ્યાર્થીઓ અમદાવાદ પહોંચ્યા
ભારત સરકારે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આયોજન કર્યું છે. જેમાં ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી ફસાયેલા 139 વિદ્યાર્થીઓને અમદાવાદ લાવવામા આવ્યા છે.
મનીલા
સરકારે લોકો પરત લાવવાના હેતુથી શરૂ કરેલા અભિયાનમાં અનેક લોકોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવાર વહેલી સવારે ફિલિપાઈન્સના મનીલાથી 139 વિદ્યાર્થીઓને લઈને ફલાઈટ અમદાવાદ પહોંચી છે. જ્યાં તેમનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.
હજૂ પણ વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવશે. આ અંગે સરકારે જાહેરાત પણ કરી છે. તેથી પરત આવવા ઈચ્છતા લોકો વતન પરત આવી શકે છે.