ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન

અંગદાન મહાદાન કહેવાય છે.ત્યારે સાણંદના પટેલ પરિવાર દ્વારા બ્રેઇનડેડ સંબંધીનું અંગદાન કર્યું છે. બે કિડની અને એક લીવરનું દાન મળતા ત્રણ લોકોને નવજીવન મળશે.

Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન
Ahmedabad Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 12:15 PM IST

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન કરાયું

અમદાવાદ: અંગદાન મામલે અમદાવાદ સિવિલની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન થયું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઉપરદલ ગામના વતની વિલાસબેન પટેલ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય હતો.

"સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 135 અંગદાન થયા છે. જેમાં મળેલા 435 અંગો દ્વારા 418 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. નોંધનીય છે કે ગુજરાતમાં અમદાવાદ સિવિલ અંગદાન મેળવવામાં મોખરાના સ્થાને રહી છે. બ્રેઇનડેડ દર્દીઓના પરિવારજનોને અંગદાન અને તેનાથી અન્યોને મળનારા જીવનદાન અંગે સમજાવવામાં આવે છે. અમદાવાદ સિવિલમાં અંગદાન માટે કાઉન્સિલરની ટીમ કાર્યરત હોય છે. જે દર્દી બ્રેઇનડેડ થાય તો તેમના પરિવારજનો અને સંબંધીઓને અંગદાન કરવા માટે સમજાવવામાં આવે છે તથા અંગદાનની તમામ જાણકારી અપાય છે."-- ડૉ. રાકેશ જોષી (અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ )

બ્રેઇનડેડ જાહેર કર્યા:આ અંગે મળતી માહિતી અનુસાર 28 વર્ષના વિલાસબેન પટેલને બીજી ઓક્ટોબરના રોજ એક માર્ગ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં તેમને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે પરિવારજનો તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સઘન સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકની સઘન સારવારના અંતે તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ:બ્રેઇન ડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર અને હોસ્પિટલના સિક્યુરિટી કર્મી રમેશભાઇ પરમાર દ્વારા વિલાસબેનના પિતા અશોકભાઇ પટેલ અને પતિ ભાઈલાલભાઈ પટેલ અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. તેઓએ પરોપકાર ભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઈન્સ્ટીટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

  1. Ahmedabad Crime : શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ, નજીવી બાબતે લુખ્ખાએ જાહેરમાં યુવતીને માર માર્યો
  2. Ahmedabad Crime News : વધુ એક ગુનામાં પોલીસકર્મીની સંડોવણી સામે આવી, આરોપીને કોલ ડેટા રેકોર્ડ સપ્લાય કરનાર પોલીસકર્મી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details