અમદવાદ: ખંભાતના અખાતમાં ગુડઝ જહાજો, વેસલ્સ અને બોટસની સુરક્ષાના હેતુસર તેમજ અનઅધિકૃત વેસલ્સ અને જહાજોને મોનીટર કરવા મામલે VTPMSના પ્રોજેકટમાં આતશ નોરકન્ટ્રોલ લિમિટેડ ગેરરીતિ આચરીને સરકારને રૂ.૧૩૪.૩૮ કરોડનું નુકસાન પહોંચાડતા સીઆઈડી ક્રાઇમે કંપનીના એમ.ડી. જીનોફર ભુજવાલા અને તેમના પુત્ર સહિત અન્ય પાંચ લોકોની ધરપકડ કરી હતી.
આતશ નોરકન્ટ્રોલ લિમિટેડ કંપનીએ ખોટા ઇનવોઈસના આધારે VTPMS પ્રોજેકટનો ખર્ચ 100 કરોડ સુધી પહોંચાડી અને વર્ષ 2015-16 થી 19 સુધીના ત્રણ વર્ષમાં ફરજી કંપનીએ ફી ઉઘરાવી ગેરકાયદેસર રીતે 134.38 કરોડ 18 ટકા વ્યાજ સહિત મબલખ કમાણી કરી હતી.
134 કરોડ GMB કૌભાંડ : જીનોફર ભુજવાલાએ FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી
ગુજરાત મેરિટાઇમ બોર્ડ 134 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં આરોપી અને આતશ નોરકંટ્રોલ કંપનીના ચેરમેન - મેનેજીંગ ડિટેક્ટર જીનોફર ભુજવાલાએ FIR રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 4 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના કેપ્ટન અશ્વિન બી.સોંલકીએ સીઆઈડી ક્રાઈમમાં લેખિત ફરિયાદ કરી હતી કે ખંભાતના અખાતમાં મુસાફરી કરતાં ગુડઝ જહાજો, વેસલ્સ અને બોટસની સુરક્ષાના હેતુસર તેમજ અનઅધિકૃત વેસલ્સ અને જહાજોને મોનીટર કરવાના હેતુસર વેસલ્સ ટ્રાફીક એન્ડ પોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રોજેકટનું ટેન્ડર આતશ નોરકંટ્રોલ લીમીટેડ કંપનીને મળ્યો હતો. ગુજરાત મેરિટાઇમ બોર્ડ - આતશ નોરકન્ટ્રોલ અને ગુજરાત સરકાર વચ્ચે કન્શેશન એગ્રિમેટ પ્રમાણે પ્રોજેકટ અન્વયે આતશ નોરકન્ટ્રોલ લિમિટેડ કંપનીને ૧૦૦ કરોડના રોકાણ સામે ઈકવીટીના વાર્ષિક 15 ટકા જેટલું રિર્ટન આપવાનું નક્કી કર્યુ હતુ.