અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતા અમદાવાદનું તંત્ર સજાગ થયું છે. એક બાજુ સુરતમાં કેસો વધી રહ્યાં છે અને અમદાવાદમાં ઓછા થઈ રહ્યાં છે, ત્યારે તંત્ર ફરીથી અગાઉની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માંગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે.
જાહેરમાં ગંદકી કરવા બદલ 130 એકમોને સીલ કરી 2,46,400નો દંડ વસુલાયો - littering in public in ahmedabad
સોમવારથી માસ્ક ન પહેરનાર વ્યક્તિ સામે દંડની રકમ 200થી વઘારીને 500 કરી દીધી છે. તો મંગળવારના રોજ કોર્પોરેશને કાર્યવાહી કરતા 323 લોકો પાસેથી 1,61,500નો દંડ વસુલવામાં આવ્યો છે. તો બીજી તરફ ગંદકી કરતા પાનના ગલ્લા પાસેથી 2,46,400નો દંડ વસુલવામાં આવ્યો છે અને 130 એકમો સીલ કરવામાં આવ્યા છે.
જાહેરમાં ગંદકી કરવા બદલ 130 એકમને સીલ કરી 2,46,400નો દંડ વસુલવામાં આવ્યો
હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે. જ્યારે બીજી બાજુ જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.