અમદાવાદ : જિલ્લામાં ધોળકા તાલુકામાં શુક્રવારે નવા બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આંકડો વધીને 55 પહોંચ્યો છે. જ્યારે ધોળકા તાલુકામાં કોરોનાના 523 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા હતા.
અમદાવાદ જિલ્લામાં 130 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - અમદાવાદ જિલ્લામાં 130 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં નવા 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 130 પર પહોંચ્યો છે.
જોકે મૂળ ધોળકા શહેરમાં કોરોના આટલી હદે ફેલાયું નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 09, બાવળા - 5 , ધંધુકા 4, વિરમગામ 03, અને માંડલ તાલુકામાં 01 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.57 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 30 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 55 અને સાણંદમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.