અમદાવાદ: ભારત સરકાર દ્વારા અન્ય દેશ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં રહેતા લઘુમતી ધરાવતા હિન્દુ જૈન પારસી અને ક્રિશ્ચન જેવા ધર્મના લોકોને છેલ્લા દસ વર્ષથી પણ વધારે કે દસ વર્ષથી ભારતમાં રહેતા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 108 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
108 પાકિસ્તાનીઓને મળ્યું ભારતીય નાગરિકત્વ ભારતીય નાગરિકત્વ:ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, " કેન્દ્ર સરકાર દ્વારા વાસુદેવ કુટુંબ ભાવના પર કામ કરવામાં આવી રહ્યું છે. આજે વધુ 108 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. આજ આ લોકોના સમગ્ર ઘરમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે એક સમય એવો હતો કે જ્યાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે દિલ્હીના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા જ લોકોને હવે જે તે જિલ્લા કલેકટર પાસેથી ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે"
108 પાકિસ્તાનીઓને મળ્યું ભારતીય નાગરિકત્વ ડિગ્રી પાકિસ્તાનથી પ્રાપ્ત:પાકિસ્તાનથી આવેલા ડોક્ટર ગણેશ કુમારે જણાવ્યું હતું કે" મેં મારા ડૉક્ટર ની ડિગ્રી પાકિસ્તાનથી પ્રાપ્ત કરી હતી. પરંતુ ત્યાં જે શાળામાં ભણતી બાળકી ઉપર અત્યાચાર થતા હતા. જે પ્રમાણે નાની રકમ માટે પણ લૂંટ ફાટ થતી હતી. તેને જેને હું મારા પરિવારને ખૂબ જ દુઃખી જોઈ રહ્યો હતો. તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા માંગતો હતો. ત્યારે એક હિન્દુ તરીકે સૌથી સુરક્ષિત જે દેશ હોય તે ભારત હતો. દસ વર્ષ પહેલા 2013માં પાકિસ્તાન છોડીને ભારત આવ્યો છું.
જન્મ પાકિસ્તાનમાં: વૃદ્ધ મહિલા ભક્તિ બેન ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કે મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનમાં મોંઘવારી, બેરોજગારી અને લૂંટફાટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યાં બે ત્રણ લાખ રૂપિયા લઈને પણ નીકળીએ તો હત્યા કરી નાખવામાં આવે છે. નાની બાળકી પણ ત્યાં સુરક્ષિત જોવા મળતી નથી. એના કારણે અમે મારા દીકરા સાથે ભારત આવ્યા હતા અને અહીંયા એક કાપડની દુકાનમાં કામ કરું છું મારા બાળકોના પણ લગ્ન આજે ભારતમાં જ કરાવ્યા છે.
- G20 Summit India: G20 ના માધ્યમથી કચ્છની કલાને દુનિયાના ફલક પર મળ્યું સ્થાન, મડવર્કથી મોદી પણ મોહિત
- Ahmedabad Crime: વાસણાના હથિયાર કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, અનેક મુદ્દે તપાસ શરૂ