ગુજરાત

gujarat

ETV Bharat / state

Holi Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન - હોળી તહેવાર 2023

રાજ્યમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ દિવસે રજાના કારણે હાઈવે ઉપર મોટા પ્રમાણમાં ટ્રાફિક પણ જોવા મળતો હોય છે. આના કારણે અકસ્માતની સંખ્યા વધતી હોય છે. ત્યારે આ વખતે ઈમરજન્સી સેવા 108એ નવી ગાઇડલાઈન જાહેર કરી છે. જેથી અકસ્માતથી બચી શકાય છે.

Holi Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન
Holi Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન

By

Published : Mar 6, 2023, 7:00 PM IST

છેલ્લા 3-4 વર્ષ તહેવારમાં કેસોની સંખ્યા વધી

અમદાવાદ:રાજ્યમા હોળી અને ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે તહેવારના દિવસોમાં રજા હોવાથી અકસ્માત કે અન્ય રીતે ઈમરજન્સી કેસનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. આવામાં 108 ઈમરજન્સી સેવા દ્વારા લોકો સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે છેલ્લા ઘણા સમયથી તહેવારના કારણે થયેલી અકસ્માત સંખ્યા આ વખતે પણ વધારો જોવા મળી શકે છે.તેવી આગાહી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃHoli Festival 2023: ડાકોર તરફ ભક્તોની આગેકૂચ, અત્ર તત્ર સર્વત્ર ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ

છેલ્લા 3-4 વર્ષ તહેવારમાં કેસોની સંખ્યા વધીઃEMRI GHSના CEO જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 વર્ષથી તહેવારના દિવસે અકસ્માત સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે. આવા દિવસે મોટા ભાગના લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય છે. આના કારણે રોડ પર ટ્રાફિક જામે છે ને અકસ્માતની સંખ્યા વધારે જોવા મળે છે. ઉપરાંત તહેવારના દિવસે પડી જવાની, શારીરિક હુમલા જેવા કેસો પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હોળીના તહેવારમાં પણ ઈમરજન્સી સારવાર ઝડપી મળી રહે તે માટે 108ના કર્મચારી પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સાવચેતીને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન પણ જાહેર કરી હતી.

આ બાબતોનું ધ્યાન રાખવુંઃધૂળેટીના તહેવારના દિવસે પોતાની આંખોને સુરક્ષિત રાખવા સનગ્લાસનો ઉપયોગ કરવો, જેથી રંગના હાનિકારક રસાયણોથી બચાવી શકાય છે. કોઈ પણ કટોકટી સામે આવે તો તાત્કાલિકપણે મેડિકલ, પોલીસ કે ફાયરનો સંપર્ક કરવાની જાણ કરી છે. હોળીમાં રમતી વખતે ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમ જ નેચરલ કલરનો ઉપયોગ કરવો, જેથી શરીરના અન્ય રોગોથી પણ બચાવી શકાય છે. હોળી રમતી વખતે આંખ-હોઠને ચુસ્તપણે બંધ રાખવા, જેથી કેમિકલયુક્ત કલર શરીરમાં કે આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું. ખાસ કરીને વાહન ચલાવતી રંગના ફૂગ્ગાથી બચવા હેલમેટ અવશ્ય પહેરવું.

બાળકોનું વિશેષ ધ્યાન રાખવુંઃ હોળીના દિવસે મોટાભાગના લોકો અલગ અલગ રંગથી હોળી રમતા હોય છે, જેથી અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી નાસ્તો કરવો નહીં. નાના બાળકોને કાદવ કે ગટરના પાણીથી દૂર રાખવા. હોળીના દિવસે અંગત મિત્રો અને પરિવારજન સિવાય ઉજવણી કરવી નહીં. લપસણીવાળી જગ્યા કે, વીજળીના તારથી દૂર રહેવું જેવી ગાઈડલાઈન પણ ઈમરજન્સી સેવા દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃHoli Festival 2023: હોળી નિમિત્તે લોકોએ ગુટકા સિગારેટ તમાકુ દહન કરીને આપ્યો અનોખો સંદેશ

ધૂળેટીના દિવસોમાં ઈમરજન્સી કેસ વધવાની શક્યતાઃપાછલા વર્ષની આંકડાના આધારે 7 માર્ચ અને 8 માર્ચે હોળીના તહેવારના નિમિત્તે ઈમરજન્સી કેસ વધવાની શક્યતા છે. અંદાજ અનુસાર, ઈમરજન્સીમાં હોળીના દિવસે 8.31 ટકા અને ધૂળેટીના દિવસે 31.7 ટકા વધારો થવાની શક્યતા છે. છેલ્લા 5 વર્ષના આંકડાની વાત કરીએ તો, વર્ષ 2018માં હોળીના દિવસે 2,993 કેસ જ્યારે ધૂળેટીના દિવસે 3,571 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2019માં હોળીના 2,936 કેસ અને ધૂળેટીના દિવસે 3,410 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2020માં હોળીના દિવસે 3,316 કેસ અને ધૂળેટીમાં 4,100 કેસ નોંધાયા હતા. ઉપરાંત વર્ષ 2021માં હોળીના દિવસે 3,178 કેસ અને ધૂળેટીના દિવસે 3,743 કેસ નોંધાયા હતા. જ્યારે 2022માં હોળીના દિવસે 3,233 કેસ અને ધૂળેટીના દિવસે 3,885 કેસ નોંધાયા હતા, જે અંદાજ આ વર્ષે 2023માં પણ કેસ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details