અમદાવાદ:સમય બદલાઇ ગયો. પરંતુ લોકોની વિચારધારણા હજુ સુધી બદલાણી નથી. દરેક મોટા શહેરોમાં મહિલાઓ ઉપર એવી ઘટના બની રહી છે જેના કારણે હવે મહિલાઓને ઘરની બહાર નિકળતા ડર લાગી રહ્યો છે. અમદાવાદમાં એવા 2 બનાવ સામે આવ્યા છે જેને સાંભળીને થાશે કે આ કયો યુગ છે. આવા કિસ્સાઓ કળયુગમાં પણ ના જોવા મળે એવા કિસ્સા બની રહ્યા છે.
દુષ્કર્મની ઘટના:પ્રથમ કિસ્સાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 10 વર્ષની સગીરા ઘરની બહાર નહાવા માટે કાપડની બોર્ડર બનાવીને તૈયાર કરાયેલા બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. તે સમયે નજીકમાં રહેતા યુવકે તેની પાસે જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાદમાં વારંવાર ધમકી આપી દુષ્કર્મ ગુજારતા સગીરાને ગર્ભ રહી જતા અંતે ભાંડો ફૂટતા આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
આમ ખબર પડી: બાપુનગર વિસ્તારમાં આવેલા છાપરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. મહિલા બાપુનગર ખાતે રહી છૂટક મજૂરી કરે છે અને તેઓનો પતિ કલરકામ કરે છે. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે.જેમાં સૌથી મોટો દીકરો 16 વર્ષનો, તેનાથી નાની દિકરી 10 વર્ષની અને તેની નાની એક દિકરી 2 વર્ષની છે. 8 દિવસ પહેલા મહિલાને જાણ થઈ હતી કે તેઓની 10 વર્ષની દિકરી માસિક ધર્મમાં આવી નથી, જેથી તેઓને ચિંતા થતા પાડોશી મહિલા વાત કરતા તેઓને મહિલાની દિકરીને ફોસલાવી આ અંગે પૂછપરછ કરી હતી.
Ahmedabad Crime: બે કિસ્સાએ મહિલા સુરક્ષા સામે સવાલ કર્યા, ઢગાને યુવાની ફૂટી તો બીજી બાજુ સગીરા પીંખાઈ દુષ્કર્મ ગુજાર્યું:તે સમયે સગીરાઓ જણાવ્યું હતું કે, આશરે 5 મહિના પહેલા તે જ્યારે ઘર આગળ ઓટલા પર બનાવેલા નાવહણીયામાં ન્હાવા બેસી હતી. તે સમયે તેઓના નજીકમાં રહેતા સુરેશ પટણી ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાને પકડી હું તને નવડાવુ તેમ કહીને સગીરા પર પાણી નાખ્યું હતું અને બાદમાં સગીરાને બાથમાં પકડી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેણે ધમકી આપી હતી કે આ અંગે કોઈને જાણ કરીશ તો તને મારી નાખીશ.
"આ અંગે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે".-- એસ.એન પટેલ (બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ)
સુરેશ પટણી ફરી ત્યાં આવ્યો:તે સમયે પણ સગીરા ઘર બહાર ન્હાતી હોય સુરેશ પટણી ફરી ત્યાં આવ્યો હતો અને ફરી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સુરેશ પટણી સગીરાને મારી નાખવાની ધમકી આપતો હોવાથી સગીરા ડરી જતા આ અંગે કોઈને જાણ કરતી ન હતી. જે બાદ પણ બે ત્રણ વાર આરોપીએ સગીરાની એકલતાનો લાભ લઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
માસિક ધર્મમાં આવતી ન હતી: સગીરા માસિક ધર્મમાં આવતી ન હોવાનું જણાવતા માતાએ પાડોશી મહિલા અને નણંદને કરતા તેઓ વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. દિકરીને જોતા તેનુ પેટ ઉપસી આવેલા જણાતા ગર્ભ પરીક્ષણ કરવાની કીટ મંગાવી તપાસ કરતા સગીરા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. જેથી મહિલાએ આ અંગે પતિને જાણ કરતા સગીરાને ફરી પુછતા તેણે આરોપી વિશે સમગ્ર હકીકત માતા પિતાને જણાવી હતી. અંતે આ મામલે બાપુનગર પોલીસ મથકે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
"યુવતી સાથે છેડતીની ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલુ છે-- એ.જે ચૌહાણ (કૃષ્ણનગર PI)
છેડતીની ઘટના સામે: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી સાથે છેડતી ઘટના સામે આવી છે. જેમાં યુવતી પોતાના ઘરના ધાબે સૂકવેલા કપડાં લેવા માટે ગઈ હતી. તે સમયે ત્યાં રહેતા 75 વર્ષીય વૃદ્ધે તેને પાછળથી પકડી તેની સાથે શારીરિક કડકલા કર્યા હતા. જોકે યુવતીએ છૂટવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે જ તેની માતા ત્યાં આવી જતા આરોપીને પકડી પાડ્યો હતો. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કિશોરદાસ સોની નામના વૃદ્ધ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે કૃષ્ણનગર પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
- Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
- Ahmedabad Crime : ફી પાછી આપી દે નહીંતર બાળકને કિડનેપ, પત્ની-સાળી પર દુષ્કર્મ ગુજારીશું, નરોડામાં વકીલને ધમકી મળતા ફરિયાદ