અમદાવાદ: શહેરમાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે 10 PI અને 56 PSIની બદલીનો આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓને તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રિપોર્ટ કરવા જણાવ્યું છે. અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી છે.
વહીવટીકારણોસર બદલી: જેમાં ખાસ કરીને અમદાવાદમાં 10 PIની આંતરિક બદલી કરાઇ છે. અમદાવાદમાં 56 PSIની પણ વહીવટીકારણોસર બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના 3 PIની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિનામાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 PSI અને 22 PIની બદલી કરવામાં આવી હતી.
10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા: દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 27 જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને 180 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.
(પ્રેસ નોટ આધારિત)
- Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક એક્શન મોડમાં, ત્રણ દિવસમાં 10 ગુનેગારોને પાસા
- Ahmedabad Crime Conference : ક્રાઈમ કોન્ફરન્સમાં CP જી.એસ મલિક દ્વારા શહેર પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચના