ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સેવાનો 10 લાખ પ્રવાસીઓ લઇ રહ્યા છે લાભ - Gujarat State Road Transport Corporation

ગુજરાત રાજ્ય માર્ગ પરીવહન નિગમની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થપાના સાથે 1960 માં થઈ ત્યારથી લઈને ઉત્તરોત્તર બસોની સંખ્યા અને અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં નાનામાં નાનો વ્યક્તિ ગામડાંથી લઈને શહેર સુધી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જવા માટે ગુજરાત રાજ્ય એસટી નિગમની બસો પસંદ કરતો હોય છે.

Etv Bharat, GUjarati News, Ahmedabad News, GSRTC
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સેવાનો 10 લાખ મુસાફરો લઇ રહ્યા છે લાભ

By

Published : Dec 6, 2020, 8:49 AM IST

Updated : Dec 6, 2020, 2:34 PM IST

● ગુજરાતમાં એસટી નિગમના 125 ડેપો આવેલા છે
● રોજના 10 લાખ પ્રવાસીઓ એસટી સેવાનો લાભ લે છે
● અત્યારે 6300 બસો ગુજરાતમાં દોડી રહી છે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ પરીવહન નિગમની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થપાના સાથે 1960 માં થઈ ત્યારથી લઈને ઉત્તરોત્તર બસોની સંખ્યા અને અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં નાનામાં નાનો વ્યક્તિ ગામડાંથી લઈને શહેર સુધી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જવા માટે ગુજરાત રાજ્ય એસટી નિગમની બસો પસંદ કરતો હોય છે. આ ઉપરાંત એસટી નિગમની બસો આસપાસના રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પણ જાય છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સેવાનો 10 લાખ મુસાફરો લઇ રહ્યા છે લાભ
● છેવાડાના ગામડા સુધી પહોંચતું એસટી નિગમગુજરાતમાં છેવાડાના ગામો સુધી ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં એસટી પહોંચે છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં એસટી નિગમના 125 ડેપો આવેલા છે. રોજની 6300 બસોના ટાઈમ ટેબલ ફિકસ છે. રોજના 10 લાખ પ્રવાસીઓને આ બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવે છે.● કોરોના ગાઈડલાઈનનું પાલન કરતું એસટી નિગમવર્તમાનમાં કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની કે, પરિવહન સુવિધા માટે એસટી નિગમના પૈડાઓ લોકડાઉનમાં બે મહિના માટે થંભી ગયા હોય. તેમ છતાંય એસટી નિગમ દ્વારા આવા સમયે પણ પરપ્રાંતીય શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી તેમજ ક્યારેક તેમના વતન સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય કરાયું હતું. કોરોના વાઇરસને ધ્યાનમાં લઇને હાલ એસ.ટી.ની બસો પરિવહન કેપેસિટીના 70 ટકા જેટલા પેસેન્જરોને બેસાડવામાં આવે છે. દરેક પેસેન્જરો માટે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવાયું છે.

● કરફ્યૂને લઈને વિશેષ વ્યવસ્થા

અત્યારે રોજની 28,530 ટ્રીપો એસટી નિગમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂના કારણે પહેલા એક દિવસ રાત્રી ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી. પરંતુ તે તમામને રિશીડ્યુલ કરી દેવાઇ છે. એટલે કે, રાત્રે ઉપડતી બસો સવારે કરફ્યૂ હટતા ઉપડશે. કરફ્યૂ સમયે આ શહેરોમાં બાઇપાસ થઈને પસાર થનારી બસોમાં શહેરના છેડેથી મુસાફરો બેસીને પોતાના ગંતવ્ય સ્થળે જઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા ફિઝિકલ વ્યવહાર ઘટાડવા માટે ઓનલાઇન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Last Updated : Dec 6, 2020, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details