- અમદાવાદમાં તૈયાર થયું એક હજાર પ્રકારની ચા બનાવતું મશીન
- 3 વર્ષ બાદ તૈયાર કરાયું આ મશીન
- હાથ લગાવ્યા વિના ચા તૈયાર થશે
- પોતાના મનપસંદ સ્વાદ પ્રમાણે લોકો ચાની ચુસ્કી લઈ શકો છો
અમદાવાદઃ અમદાવાદના 4 એન્જિનિયર યુવાનો(Engineer youth) નોકરીની શોધમાં હતા ત્યારે એક ચા ની કીટલી પર આ યુવાનો ભેગા થયાને ચાનો સ્વાદ(taste of tea) તેમને ના ગમ્યો અને જ્યારે તેમને વિચાર આવ્યો કે એક ફુલ્લિ ઓટોમેટીક ચાનું મશીન(Fully automatic tea machine) બનાવીએ. ત્યારે 3 વર્ષ જેટલી મહેનત બાદ તેમણે આ મશીન તૈયાર કર્યું છે. જ્યારે આ મશીનમાં તમે તમારા મનપસંદ સ્વાદ પ્રમાણે ચા પી શકો છો. આ મશીનમાં 1000 પ્રકારના સ્વાદ તમે ડિવાઇસમાં એડ કરી શકો છો. આ મશીનમાં તમે હાથનો ઉપયોગ કર્યા વિના અને મોબાઇલની મદદથી ચા કોફી બનાવી(Making tea coffee using mobile) પી શકો છો. તેમજ કોઈ પણ ગ્રાહકને રોબોટ દ્વારા ચા આપવામાં આવશે. ગ્રાહકને જે સ્વાદ પસંદ હોય તે ડિવાઇસમાં એડ કરો એટલે એ સ્વાદ પ્રમાણે તમને ચા મળી જાય. ત્યારે હવે આ એન્જિનિયર યુવાનો દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ આ મશીન વેચી રહ્યા છે. જે આત્મનિર્ભર ભારતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મશીન તમામ વસ્તુઓ ભારતની વાપરવામાં આવી છે
આ ઉપરાંત આગામી સમયમાં ફુલ્લિ ઓટોમેટિક કેફે(Fully automatic cafe) પણ તૈયાર કરી રહ્યા છે. જેમાં કોઈ પણ માણસની જરૂર નહીં પડે. તેમજ તેમને મેડ ઇન ઇન્ડિયા(Made in India) રોબોટ પણ તૈયાર કર્યો છે. ત્યારે આ મશીનમાં તમામ વસ્તુઓ ભારતની જ વાપરવામાં આવી છે એક પણ વસ્તુ વિદેશની વાપરવામાં આવી નથી. ત્યારે આ મશીન દૂધ તેમજ પાણીની માત્રા પોતાના ડિવાઇસ પ્રમાણે પોતાની જાતે એડ કરે છે.
તમારા સ્વાદ પ્રમાણે તમે ચા બનાવી શકો છો