ગુજરાત

gujarat

By

Published : Jun 28, 2020, 12:50 AM IST

ETV Bharat / state

અમદાવાદના બાવળામાં " જેનું ખાય તેનું જ ખોદે" કહેવત થઈ સાર્થક

અમદાવાદ ગ્રામ્યમાં વર્ષો પુરાણી કહેવત "જેનું ખાય તેનું જ ખોદે" સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. એક બેંકના કર્મચારીએ ખાતેદારોએ કરાવેલી ફિક્સ ડિપોઝિટના 1.69 કરોડ રૂપિયાની રકમ પોતાની જ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા બેન્ક કર્મી સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના બાવળામાં " જેનું ખાય તેનું જ ખોદે" કહેવત થઈ સાર્થક
અમદાવાદના બાવળામાં " જેનું ખાય તેનું જ ખોદે" કહેવત થઈ સાર્થક

અમદાવાદ : શહેર નજીક આવેલા બાવળાની બેંક ઓફ બરોડા શાખામાં ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 1,69,75,902 રૂપિયાની ઉચાપતની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉચાપત કરનાર બાવળા બેંક ઓફ બરોડા શાખાનો સ્પેશિયલ આસીસ્ટન્ટ જ હોવાનું સામે આવ્યું છે. બેન્ક ઓફ બરોડાની વિજિલન્સ ટિમના સર્વેલ્સનમા ધ્યાને આવ્યું હતું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટમા છેલ્લા 3થી 4 મહીનામાં મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી અને તે એકાઉન્ટ બેન્કના જ કર્મચારી કિરણ ચુનારાની પત્નીનું સામે આવતા વધુ શંકા જતા તપાસ હાથ ધરી હતી.

" જેનું ખાય તેનું જ ખોદે" કહેવત થઈ સાર્થક
બેન્કના મેનેજર આખો મામલો સામે લાવ્યા ત્યારબાદ બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપી કિરણ ચુનારા ફરાર થઈ ગયો છે, ત્યારે બાવળા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.બાવળા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બેન્કના ID અને Passwordનો દુરુપયોગ કરી ઉચાપત કરી છે. બીજા કર્મચારીઓના આઈ.ડી અને પાસવર્ડનો પણ દુરઉપયોગ કર્યો છે. આરોપી કિરણ ચુનારા વર્ષ 2017થી ફરજ પર છે. બેન્ક ઓફીસ ખાતામાંથી બેંકના ગ્રાહકોના ખાતાના ફિક્સ ડીપોઝીટ તોડીને અને ગ્રાહકોના બચત ખાતાના બેલેન્સમાંથી કુલ રૂપીયા 1,69,75,902 તેની પત્ની ભારતીબેન કિરણભાઇ ચુનારાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ઓનલાઇન બેંકીંગ તેમજ અન્ય રીતે આ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે.ઉચાપત કરી બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરનાર કિરણ ચુનારા સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું બાવળા પીઆઇ આર.જી.ખાંટે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details