બેંગલુરુ: એક રિપોર્ટ મુજબ 20 વર્ષ લાંબી સફળ કારકિર્દી બાદ બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ક્રિકેટર રજત ભાટિયાએ નિવૃત્તિ જાહેર કરી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ક્રિકેટર રજત ભાટિયાએ કરી નિવૃત્તિની જાહેરાત મીડિયમ ફાસ્ટ બોલરે તેમની પ્રથમ વર્ગની કારકિર્દીમાં 137 વિકેટ ઝડપી અને 6482 રન બનાવ્યા હતા. તેમણે 112 પ્રથમ વર્ગની રમતો રમી અને 17 સદી અને 50 અર્ધ-સદી ફટકારી હતી. તેમની છેલ્લી ફર્સ્ટ ક્લાસની રમત મિઝોરમ સામે જાન્યુઆરી 2019 માં આવી હતી જ્યાં તેણે ઉત્તરાખંડને 56 રનથી જીત અપાવી હતી.
આ ઓલરાઉન્ડરે વર્ષ 1999-2000ની સિઝનમાં તમિલનાડુ સાથે તેમની ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 2003-2004માં દિલ્હી જતા રહ્યા હતા. ઉત્તરપ્રદેશ સામેની ફાઇનલમાં ભાટિયાના 9 રમતોમાં કરેલા 525 રન અને 26 વિકેટે દિલ્હીને રણજી ટ્રોફી અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ IPL માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી પણ રમ્યા હતા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ 2012માં કોલકાતા નાઈટ રાઇડર્સના આઈપીએલ ટાઇટલ જીતવામાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.