ગુજરાત

gujarat

ETV Bharat / sports

UPના પૂર્વ પ્રધાન ચેતન ચૌહાણને નોઈડા ખાતે તેમના નિવાસસ્થાનેથી અપાઈ અંતિમ વિદાય - ચેતન ચૌહાણની અંતિમ યાત્રા

ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ પ્રધાન ચેતન ચૌહાણનું પાર્થિવ શરીર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યું હતું. જ્યાંથી તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચેતન ચૌહાણનું નિધન રવિવારે ઉત્તર પ્રદેશની વેદાંતા હોસ્પિટલમાં થયું હતું.

ચેતન ચૌહાણની અંતિમયાત્રા
ચેતન ચૌહાણની અંતિમયાત્રા

By

Published : Aug 17, 2020, 3:58 PM IST

ઉત્તરપ્રદેશ: ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ પ્રધાન ચેતન ચૌહાણનું પાર્થિવ શરીર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યું હતું. જ્યાંથી તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચેતન ચૌહાણનું નિધન રવિવારે ઉત્તર પ્રદેશની વેદાંતા હોસ્પિટલમાં થયું હતું.

ગૌતમ બુદ્ધનગરના કમિશ્નર આલોક સિંહ અંતિમયાત્રા સમયે ચેતન ચૌહાણના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કમિશનર અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે ચેતન ચૌહાણના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયા બાદ પૂર્વ ક્રિકેટર અને રાજનેતા ચેતન ચૌહાણના પાર્થિવ દેહને નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના સંબંધીઓએ અંતિમ દર્શન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, કોરોનાને કારણે 2 કેબિનેટ પ્રધાનોના મોત થયા છે. ગત 2 ઓગસ્ટના રોજ કેબિનેટ પ્રધાન કમલરાની વરુણનું પણ કોરોનાને કારણે મુત્યુ થયું હતું. જ્યારે યુપી સરકારમાં પ્રધાન ચેતન ચૌહાનનું પણ કોરોનાને કારણે મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details