ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય પહેલવાને રચ્યો ઈતિહાસ: સિલ્વર મેડલ કર્યો સુનિશ્ચિત, હવે રમશે ફાઈનલ દંગલ

ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો આજે 13મો દિવસ છે. જેમાં ભારતીય પહેલવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિ કુમાર દહિયાએ ભારત માટે વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેમણે ફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે.

ભારતીય પહેલવાને રચ્યો ઈતિહાસ
ભારતીય પહેલવાને રચ્યો ઈતિહાસ

By

Published : Aug 4, 2021, 6:29 PM IST

  • ભારતીય કુશ્તીબાજ રવિ કુમાર દહિયા પહોંચ્યા ફાઈનલમાં
  • કઝાકિસ્તાનના સનાયવ નૂરિસ્લામને 5-9થી હરાવ્યો
  • ભારતના ખાતામાં આવી ચૂક્યા છે કુલ 4 મેડલ્સ

ન્યૂઝ ડેસ્ક: રેસલર રવિ કુમાર દહિયાએ ઈતિહાસ રચી દીધો છે. તેમણે પુરુષોના ફ્રીસ્ટાઈલ 57 કિલોગ્રામ વર્ગમાં કઝાકિસ્તાનના સનાયવ નૂરિસ્લામને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કરી લીધુ છે. શરૂઆતી મુકાબલામાં રવિ પોતાના પ્રતિસ્પર્ધીથી 5-9થી પાછળ હતા. જોકે, તેમની પાસે વાપસીનો મૌકો હતો. જેનો તેમણે બખૂબી ઉપયોગ કર્યો હતો.

પ્રથમ બે મેચમાં જોવા મળ્યો દહિયાનો દબદબો

આજની મેચ અગાઉ રવિ દહિયાએ આગળની બન્ને મેચો જીતી હતી. દહિયાએ પ્રથમ મેચમાં કોલમ્બિયાના ટિગરેરોસ ઉરબાનો આસ્કર એડવર્ડોને 13-2થી હરાવ્યો હતો. જ્યારબાદ બલ્ગેરિયાના જ્યોર્જી વેલેન્ટિનોવ વેંગેલોવને 14-4થી હરાવ્યો હતો.

દીપક પુનિયાનો સેમિફાઈનલમાં પરાજય

ચીનના લીએનને 6-3થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવનારા ભારતીય કુશ્તીબાજ દીપક પુનિયાનો પરાજય થયો છે. તેમનો અમેરિકાના ટેલર ડેવિડ મોરિસ સામે પરાજય થયો છે. દીપક 0-10થી મેચ હાર્યા હતા. જોકે, હજુ પણ તેમની પાસે બ્રોન્ઝ મેડલ મેળવવાની આશા કાયમ છે.

ભારતના ખાતામાં આવી ચૂક્યા છે કુલ 4 મેડલ

રવિ કુમાર દહિયાની જીત બાદ ભારતના ખાતામાં 4 મેડલ આવી ગયા છે. રવિ કુમાર સિવાય મીરાબાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગમાં, પી વી સિંધૂએ બેડમિન્ટનમાં અને લવલીના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે.

ABOUT THE AUTHOR

...view details