- નવી દિલ્હીમાં ટોક્યો પેરાલિમ્પિકનું થીમ ગીત (Tokyo Paralympic theme song) થયું લોન્ચ
- રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) થીમ ગીત 'કર દે કમાલ તુ' કર્યું લોન્ચ
- રમગગમત પ્રધાને પેરા એથ્લિટ્સ (Para athletes)નો જુસ્સો વધારવા લોકોને કરી અપીલ
હૈદરાબાદઃ કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) મંગળવારે દેશના પેરાલિમ્પિક દળનું થીમ ગીત 'કર દે કમાલ તુ' ઓનલાઈન લોન્ચ કર્યું હતું. આ સાથે જ લોકોને ટોક્યો રમત દરમિયાન પેરા એથ્લિટ્સ (Para athletes)નો જુસ્સો વધારવા માટે અનુરોધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, આ ગીત દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહે બનાવ્યું છે અને આમાં તેમણે સંગીત પણ આપ્યું છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિ (Indian Paralympic Committee)એ દિવ્યાંગ ખેલાડીથી ગીત તૈયાર કરવા કહ્યું હતું.
આ પણ વાંચો-tokyo olympics 2020, DAy 13: રવિ દહિયા સરળતાથી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
આ ગીત ખેલાડીઓની પ્રતિબદ્ધતા અને દૃઢતાની પ્રસ્તાવના છે
રમતગમત પ્રધાન ઠાકુરે કહ્યું હતું કે, આ શાનદાર ગીત પેરાલિમ્પિક ખેલાડીઓની પ્રતિબદ્ધતા અને દૃઢતાની પ્રસ્તાવના છે. ભારતીય પેરા એથ્લેટ્સે (Indian Para Athletes) વિશ્વભરમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ પ્રધાને વધુમાં કહ્યું હતું કે, અમે દરેકને તેમનો જુસ્સો વધારવા વિનંતી કરીએ છીએ. ભારત આ વખતે સૌથી મોટું પેરા એથ્લિટ્સનું (Para athletes) દળ મોકલશે, જેમાં 9 રમતોમાં 54 પેરા ખેલાડી સામેલ છે.
આ પણ વાંચો-Tokyo Olympics 2020, Day 13: નીરજ ચોપરા જેવલીન થ્રોના ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય, પ્રથમ સ્થાન મેળવ્યું
ટોક્યો પેરાલિમ્પિક 24 ઓગસ્ટથી શરૂ થશે
ટોક્યો પેરાલિમ્પિક 24 ઓગસ્ટથી શરૂ થશે. રિયા પેરાલિમ્પિકમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા. રમતગમત પ્રધાન ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે, તમે દબાણ વિના રમો. કારણ કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિભામાં તમે બરાબરીના થઈ શકો, પરંતુ તમારી માનસિક દૃઢતા ઘણી મહત્વની છે. આશા છે કે, આ વખતે મેડલની સંખ્યામાં વધારો થશે. જ્યારે રિયોમાં 19 પેરા એથ્લિટ 4 મેડલ લાવ્યા હતા.