- 62 કિલો વર્ગમાં ભારતની કુશ્તીબાજ સોનમ મલિક મુકાબલો હારી
- મોંગોલિયાની બોલોરતુયાએ એકસાથે બે પોઇન્ટના આધારે મુકાબલો જીત્યો
- બોલોરતુયા ફાઈનલમાં ન પહોંચી શકતાં સોનમને રીપચેજ તક ન મળી
ટોક્યો: કુસ્તીબાજ સોનમ મલિક ( Sonam Malik ) અહીં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિલો વર્ગમાં મંગોલિયાની બોલોરતુયા ખુરેલખુ સામે મુકાબલો હારી ગઇ છે. 19 વર્ષની ભારતીય કુશ્તીબાજ સોનમ મલિક મેચના છેલ્લા રાઉન્ડમાં હારી ગઈ હતી.
આ રીતે ગુમાવી મેચ
સોનમની ( Sonam Malik ) રક્ષણાત્મક રણનીતિ તેને ઉપયોગી ન બની શકી અને તેને મેચ ગુમાવવી પડી છે. એપ્રિલમાં અલમાટીમાં એશિયન ક્વોલિફાયર્સમાં બીજો ક્રમ મેળવ્યા બાદ સોનમે ક્વોલિફાય કર્યું હતું. જ્યારે બોલોરતુયાએ 2021 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. અંત સુધી સ્કોર 2-2 હતો પરંતુ બોલોરતુયાને બીજા રાઉન્ડમાં એક સાથે બે પોઈન્ટના આધારે વિજેતા જાહેર કરવામાં આવી હતી.. પ્રથમ રાઉન્ડના અંત સુધી સોનમે 1-0ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ સોનમે એક પોઇન્ટ બનાવ્યો હતો અને 2-0ની લીડ મેળવી લીધી હતી.