ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics: ભારતે મેળવી 'રોઇંગ'માં સફળતા, અર્જુન અને અરવિંદ 27 જુલાઇએ રમશે સેમિફાઇનલ

અર્જુનલાલ જાટ અને અરવિંદસિંહની ભારતીય જોડીએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં સી ફોરેસ્ટ વોટરવે પર રિપેચેજ રાઉન્ડમાં 6: 51.36ના સમય સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

Tokyo Olympics
Tokyo Olympics

By

Published : Jul 25, 2021, 9:39 PM IST

  • 'રોઇંગ' ભારતમાં પ્રચલીત રમત નથી
  • અર્જુન બોવરની ભૂમિકા ભજવે છે જ્યારે અરવિંદ આ જોડીનો સ્ટ્રોકર
  • સેમિફાઇનલ 27 જુલાઇએ યોજાશે

ટોક્યો: રવિવારે ટોક્યો ગેમ્સમાં ભારતના અર્જુનલાલ જાટ અને અરવિંદસિંહે ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમણે ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોના લાઈટ વેઈટ ડબલ સ્કલની સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સી ફોરેસ્ટ વોટરવે પર રિપેચેજ રાઉન્ડમાં આ ભારતીય જોડીએ 6:51.36 ના સમય સાથે ત્રીજુ સ્થાન મેળવ્યું હતુ.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 3: રોમાંચક મેચમાં મનિકાએ યૂક્રેનની ખેલાડીને હરાવી

કોચના આદેશોનું કર્યુ પાલન

બંનેએ કહ્યું, 'અમારા કોચના આદેશ મુજબ અમે પરફોર્મ કર્યુ છે. કોચે અમને કહ્યું હતુ કે, આપણે ભારત માટે શ્રેષ્ઠ સ્થાન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. આ રમત 'રોઇંગ' એ ભારતમાં બહુ પ્રચલીત રમત નથી. તેથી અમારા કોચે અમને ભારપુર્વક કહ્યું હતું, સેમિફાઇનલમાં પહોંચવું એ અમારા માટે એક મોટી પ્રેરણા છે અને અમારે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જ રહ્યો હતો.

ભારતીય ખલાસીઓ દ્વારા અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

પોલેન્ડની જેર્જી કોવલસ્કી અને આર્ટર મિકોલજઝેસ્કી 6: 43.44 ના સમય સાથે ટોચ પર હતા. ત્યારબાદ સ્પેનના કેટોનો હોર્ટા પોમ્બો અને મેનલ બાલાસ્ટેગુઇએ રિપેચેજ બીજુ સ્થાન 6: 45.71 ના સમય સાથે મેળવ્યું હતું. રોવિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રાજલક્ષ્મી સિંહ દેવએ જણાવ્યું કે, ઓલિમ્પિક્સમાં ભારતીય ખલાસીઓ દ્વારા આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અત્યાર સુધી કોઈ ભારતીય ટીમ આ રમતમાં સેમિફાઇનલ સુધી પહોંચી નથી.

ભારતીય જોડી સેમિ ફાઇનલિસ્ટમાં સામેલ

અરવિંદ અને અર્જુન હવે 12 સેમિ ફાઇનલિસ્ટમાં સામેલ છે. મેડલ જીતવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેઓ સેમિફાઇનલમાં ભાગ લેશે એ જ ખુબ મોટી ઉપબ્ધી છે. દરેક સેમિ-ફાઇનલમાં છ બોટોની બે સેમિ-ફાઇનલ રેસ હશે અને દરેક સેમિ-ફાઇનલમાંથી ટોચની ત્રણ ફાઈનલમાં આગળ વધશે.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 3: મેરી કોમે એક તરફી મેચમાં જીત મેળવી 16માં રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો

શનિવારે પોતાની રમતમાં પાંચમા ક્રમે આવ્યા

આ રમતમાં અર્જુન બોવરની ભૂમિકા ભજવે છે જ્યારે અરવિંદ આ જોડીનો સ્ટ્રોકર છે. બંને શનિવારે પોતાની રમતમાં પાંચમા ક્રમે આવ્યા હતા. આ ઘટનામાં બે નૌકાઓ પર બે રોઅર સામેલ છે. ક્રોસ-સેક્શન બોટમાં લાંબી અને સાંકડી બોટ ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે. દરેક પુરુષ સ્પર્ધક માટે સૂચવવામાં આવેલું મહત્તમ વજન 72.5 કિલો છે અને સરેરાશ વજન 70 કિલોથી વધુ ન હોઈ શકે. સેમિફાઇનલ 27 જુલાઇએ યોજાશે.

ABOUT THE AUTHOR

...view details