- ટોક્યો ઓલિમ્પિક્સમાં 4થો દિવસ ભારત માટે નિરાશાજનક
- ચોથા દિવસે પણ ભારતને મેડલ મેળવવામાં સાંપડી નિરાશા
- 5માં દિવસે વિવિધ રમતોમાં જોવા મળશે ભારતીયો એક્શનમાં
ટોક્યો : ઓલિમ્પિક્સના ચોથા દિવસે ભારતે સારી શરૂઆત કરી હતી. તલવારબાજી અને તીરંદાજીના મુકાબલામાં જીત મળી છે. તલવારબાજીમાં ભારતના ભવાનીદેવીએ ટ્યૂનિશિયાની નાદિયા બેન અજીજીને હરાવી હતી.જોકે, બીજા રાઉન્ડમાં તેણીનો પરાજય થયો હતો.
તીરંદાજીમાં ભારતની સફર પૂર્ણ
તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે કઝાકિસ્તાનને 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યાં તેમનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થયો હતો. કોરિયન ટીમે આ મુકાબલો 6-0થી જીતીને ભારતીય ટીમની ઓલિમ્પિક્સનો સફર પૂરો કર્યો હતો.
કાલે કઈ ગેમ્સમાં ભારતીયો જોવા મળશે એક્શનમાં ?
ઓસ્ટ્રેલિયા સામે 7-1થી હારનો સામનો કર્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ ત્રીજો મુકાબલો સ્પેન વિરૂદ્ધ રમશે. આ સિવાય રોઈંગ, આર્ચરી, ટેબલ ટેનિસ, શૂટિંગ, હોકી, સ્વિમિંગ અને બોક્સિંગના ખેલાડીઓ આવતીકાલે મંગળવારે એક્શનમાં જોવા મળશે.