- મહિલા હોકીની સેમિફાઈનલમાં ભારતીય ટીમનો 2-1થી પરાજય
- ભારતીય ટીમ મેચની બીજી મિનીટમાં ગોલ માર્યા બાદ એક પણ ગોલ ન મારી શકી
- આર્જેન્ટિનાના કપ્તના મારિયા નોએલે 2 ગોલ મારીને આર્જેન્ટિનાને ફાઈનલ્સમાં પહોંચાડી
ન્યૂઝ ડેસ્ક: આજે બુધવારે ટોક્યો ઓલિમ્પિક્સના 13માં દિવસે યોજાયેલી ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચેની મેચમાં ભારતનો 2-1થી પરાજય થયો છે. ભારતીય ટીમ મેચ શરુ થયાની બીજી મિનીટે જ ગોલ માર્યા બાદ સમગ્ર મેચ દરમિયાન એક પણ ગોલ મારી શકી ન હતી. જ્યારે આર્જેન્ટિનાએ શાનદાર પર્ફોન્સ સાથે મેચ પોતાના નામે કરી હતી.
ભારતે બીજી મિનીટે તો આર્જેન્ટિનાએ 18મી મિનીટે ફટકાર્યો હતો પ્રથમ ગોલ
સેમિફાઈનલ મેચ શરૂ થઈ તેની બીજી જ મિનીટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું હતું. જેમાં ગુરજીત કૌરે ગોલ મારીને ખાતુ ખોલ્યું હતું. જ્યારબાદ 8મી મિનીટે આર્જેન્ટિનાને પેનલ્ટી કોર્નર મળ્યું હતું, જે તેઓ ચૂકી ગયા હતા. જ્યારબાદ 18મી મિનીટે બીજા પેનલ્ટી કોર્નરમાં આર્જેન્ટિનાના કપ્તાન મારિયા નોએલે ગોલ મારીને સ્કોર બરાબર કર્યો હતો.