- ભારતીય મહિલા હોકી ટીમે કરી વાપસી
- પૂલ એ મેચમાં આયર્લેન્ડની ટીમને હરાવી
- ભારતીય ટીમે 1-0થી આયર્લેન્ડની ટીમને હરાવી
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે પૂલ એ મેચમાં આયર્લેન્ડની ટીમને 1-0થી હરાવી હતી. આ મેચમાં ભારત માટે નવનીત કૌરે 57મી મિનિટમાં ગોલ કર્યો હતો.
ગત મેચમાં ગ્રેટ બ્રિટેનની ટીમ સામે ભારતીય ટીમની થઈ હતી હાર
આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં જાપનના ઓઈ હોકી સ્ટેડિયમમાં ભારતીય મહિલા હોકી ટીમ અને ગ્રેટ બ્રિટેનની ટીમ વચ્ચે પૂલ એ નો મેચ રમાયો હતો. આ મેચના પહેલા ક્વાટરની બીજી મિનિટે જ બ્રિટનની ટીમમાટે હેના માર્ટિને ગોલ કર્યો હતો. આ સમય સુધી ભારતીય ટીમ ઉપર બ્રિટનની ટીમ આક્રમણ નજર આવી રહી હતી. તેમજ જેમ મેચ આગળ વધ્યો તેમ બ્રિટેનની ટીમ તરફથી હેનાએ અન્ય એક ગોલ કર્યો હતો. ત્યારે બ્રિટન ભારત વિરૂદ્ધ 2-0થી આગળ હતી.