- મહિલા શટલર પી.વી. સિંધુ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના મેડલની પ્રબળ દાવેદાર
- ભારતની બેડમિન્ટન મેચ 24 જુલાઈથી શરૂ થશે
- વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પણ પરફોર્મ કરશે
ટોક્યો: ભારતીય મહિલા શટલર પી.વી. સિંધુ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના મેડલની પ્રબળ દાવેદાર છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. સિંધુ ઉપરાંત અન્ય ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ પણ ટોક્યો પહોંચી ગયા છે. ત્યારે મહત્વનું છે કે, ભારતની બેડમિન્ટન મેચ 24 જુલાઈથી શરૂ થશે.
ભારતીય ખેલાડીઓ કરશે પરફોર્મ
ભારતીય રમતવીરો ટોક્યો ઓલિમ્પિક 2020ના બીજા દિવસે 10 રમતોમાં ભાગ લેશે. અતાનુદાસ અને દીપિકા કુમારીની આર્ચરી ટીમ એલિમિનેશન રાઉન્ડ રમશે. ભારતીય પુરુષ હોકી ટીમ, જે હાલમાં વિશ્વમાં ચોથા ક્રમે છે, ન્યુઝીલેન્ડ સામેની મેચ શરૂ કરશે. આર્ચર્સ અને હોકી ટીમ ઉપરાંત મહિલા હોકી ટીમ, બોક્સર, શટલર્સ, શૂટર અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પણ પરફોર્મ કરશે.
ટોક્યો ઓલિમ્પિક્સમાં 24 જુલાઈએ યોજાનારી રમતોનું સમયપત્રક (ભારતીય સમય અનુસાર)
- જુડો (24 જુલાઈ)
7:30 am: મહિલા - 48 કિલો 32 સ્પર્ધકોનો એલિમિનેશન રાઉન્ડ (સુશીલા દેવી)
- બોક્સિંગ (24 જુલાઈ)
8:00 am: 32 મહિલાઓનું વેલ્ટરવેઇટ રાઉન્ડ (લવલીના બોર્ગોહાઇન)
9:54 am: 32 પુરૂષોનું વેલ્ટરવેઇટ રાઉન્ડ (વિકાસ કૃષ્ણ)
- હોકી (24 જુલાઈ)
6:30 am: મેન્સ પૂલ એ - ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ
5:15 am : મહિલા પૂલ એ - ભારત વિરુદ્ધ નેધરલેન્ડ
- ટેબલ ટેનિસ (જુલાઈ 24)
5:30 am: મેન્સ અને વિમેન્સ સિંગલ્સ રાઉન્ડ 1 (જી સાથીયાન, શરથ કમલ, મણિકા બત્રા, સુતીર્થ મુખર્જી)