- મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મેચમાં હારી
- ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના 14માં દિવસે ભારત હોકીમાં નિરાશ
- ભારતને કુસ્તીમાં મોટી સફળતા મળી
હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)ના 14માં દિવસે જ્યાં ભારત હોકીમાં નિરાશ થયું ત્યાં કુસ્તીમાં મોટી સફળતા મળી. મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મેચમાં હારી ગઈ છે. આર્જેન્ટિનાએ તેને 2-1થી હરાવ્યો. ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
રવિ કુમાર દહિયાએ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો
આ સાથે જ રેસલર રવિ કુમાર દહિયા (Ravi kumar dahiya)એ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે, દીપક પૂનિયા સેમીફાઇનલ મેચ હારી ગયો હતો. જેવલિન થ્રોમાં નીરજ જોપડાએ ટેબલમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ આ સિવાય દીપક પૂનિયા અને મહિલા હોકી ટીમ હારથી નિરાશ છે. આ બંને હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે
5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જ્યારે દીપક પૂનિયા અને મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે લડશે. કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમિફાઇનલ મેચમાં તેણે કઝાકિસ્તાનના નુરીસ્લામ સનાયેવને હરાવ્યો હતો. હવે તે ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ દુર છે.
રવિ દહિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજને હરાવીને જોરદાર વાપસી કરી