- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી બે મેડલ મળ્યા છે
- બોક્સર લવલીના પાસે સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક હશે
- ત્રણ ભારતીય કુસ્તીબાજો કુસ્તીમાં પોતાની તાકાત બતાવશે
હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી બે મેડલ મળ્યા છે. આવી સ્થિતિમાં, હવે ભારતીય ખેલાડીઓ મેડલની સંખ્યા વધારવાના ઇરાદા સાથે 13માં દિવસે એટલે કે 4 ઓગસ્ટે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: 3 ઓગસ્ટે આ ખેલાડીઓ પર રહેશે ભારતની નજર
ભારતીય ખેલાડીઓ 13માં દિવસે પાંચ જુદી-જુદી રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરશે
ઉલ્લેખનિય છે કે, ભારતીય ખેલાડીઓ 13માં દિવસે પાંચ જુદી-જુદી રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરશે. એક તરફ, બોક્સર લવલીના પાસે સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક હશે. આ સાથે જ ત્રણ ભારતીય કુસ્તીબાજો કુસ્તીમાં પોતાની તાકાત બતાવશે. તમામની નજર ભારતીય મહિલા હોકી પર પણ રહેશે, જે ફાઇનલમાં પ્રવેશવાના ઇરાદા સાથે આવશે.
4 ઓગસ્ટનું ટાઇમટેબલ આ પ્રમાણે છે