ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics Day 10 medal tally: જાણો, એક બ્રોન્ઝ મેડલ મેળવી ભારત ક્યા ક્રમે પહોંચ્યું?

ચીન હાલમાં 24 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે પોલ પોઝિશન પર કબજો ધરાવે છે, જ્યારે ભારત 60મા ક્રમથી 59માં ક્રમે એક સિલ્વર અને બ્રોન્ઝ સાથે પોતાની જગ્યા બનાવી છે.

medal tally
medal tally

By

Published : Aug 1, 2021, 10:59 PM IST

  • મેડલ સુરક્ષિત કરવા માટે મેદાનમાં ઉતરશે હોકી ટીમ
  • કમલપ્રીત કૌર મહિલા ડિસ્ક થ્રોની અંતિમ મેચ રમશે
  • પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોક્યો:ટોક્યો ઓલિમ્પિકના દસ દિવસ પૂર્ણ થયા છે. સોમવારે ભારતીય મહિલા હોકી ટીમ રમતોની આ ભવ્ય ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ મેચ જીતીને મેડલ સુરક્ષિત કરવા માટે મેદાનમાં ઉતરશે. હોકી ટીમ ઉપરાંત, કમલપ્રીત કૌર મહિલા ડિસ્ક થ્રોની અંતિમ મેચ રમશે. તે આ મેચ જીતવા અને ભારતને વધુ એક મેડલ મેળવી આપવા માટે એડી ચોટીનું જોર લગાવશે.

આ પણ વાંચો- Tokyo Olympics Medal Tally Day 7 : 7માં દિવસે ભારતનું પ્રદર્શન

ભારતીય મહિલા હોકી ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ

ભારતીય મહિલા હોકી ટીમ સોમવારે સવારે 8:30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. જો ટીમ સેમીફાઇનલ મેચ જીતી જશે તો ભારત માટે સિલ્વર મેડલ કન્ફર્મ થઇ જશે. ટીમના અત્યાર સુધીના પર્ફોમન્સ મુજબ એવી ધારણા છે કે, ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી શકે છે.

ભારતીય પુરુષ હોકી ટીમ રમશે સેમિફાઇનલ

ભારતીય પુરુષ હોકી ટીમે રવિવારે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી દિલપ્રીત સિંહે સાતમો, ગુરજંત સિંહે 16 મો અને હાર્દિક સિંહે 57 મી મિનિટે ગોલ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે. આ સ્પર્ધા ખૂબ જ અઘરી હોવાની શક્યતા છે.

વધુ માહિતી માટે જૂઓ મેડલ ટેલી:

ABOUT THE AUTHOR

...view details