- વિનેશ ફોગાટને ક્વાર્ટર ફાઇનલમાં 3-9થી મળી હારી
- વિનેશ ફોગાટ 53 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- વિનેશે આ મેચમાં 7-1થી જીત મેળવી હતી
ટોક્યો (જાપાન) :ભારતીય પહેલવાન વિનેશ ફોગાટનો સામનો ક્વાર્ટર ફાઇનલ મેચમાં બેલરુસની વેનેસા સાથે થયો હતો. જેમાં તે 9-3થી હારી હતી.
સ્વીડનની સોફિયાને મેચમાં 7-1થી હરાવીને જીત મેળવી
આ પહેલા ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ 53 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉતરી હતી. આ દરમિયાન તેનો સામનો સ્વીડનની સોફિયા સાથે થયો હતો. વિનેશે આ મેચમાં 7-1થી જીત મેળવી અને આગલા રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી દીધી હતી.
આ પણ વાંચો : કુસ્તીબાજ વિનેશ ફોગાટે પદ્મ શ્રી એવોર્ડની યાદી પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?
અંશુ મલિકે રાપેશાજ રાઉન્ડમાં રશિયાના વેલેરિયાનો સામનો કર્યો
19 વર્ષીય ભારતીય પહેલવાન અંશુ મલિકે રાપેશાજ રાઉન્ડમાં રશિયાના વેલેરિયાનો સામનો કર્યો હતો. જેમાં તેણી 5-1થી હારી ગઈ હતી. આ સાથે તેનું બ્રોન્ઝ મેડલનું સપનું પણ તૂટી ગયું અને ઓલિમ્પિક યાત્રા પણ અહીં જ સમાપ્ત થઈ હતી. આ અગાઉ ભારતીય કુસ્તીબાજ અંશુ મલિક 57 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. જેમાં તેમણે બેલારુસની એરેના કુરાચકિનાનો સામનો કર્યો હતો. જ્યાં અંશુને 8-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો -