- મનિકાનો સામનો યૂક્રનની ખેલાડી માર્ગરેટા પેસોટસ્કા સાથે થયો હતો
- મનિકાએ ગતિ બતાવતા છેલ્લા બે સેટમાં જીત મેળવી
- મનિકાને 5મી ગેમમાં ફરી હારનો સામનો કરવો પડ્યો હતો
ટોક્યો: ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી મહિલા ટેબલ ટેનિસ સીંગલમાં મનિકા બત્રાએ પોતાનું સારુ પ્રદર્શન કરતા એક રોમાંચક 7 ગેમની મેચમાં જીત હાંસલ કરી હતી. તે દરમિયાન તેની સ્કોરલાઇન 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-5 રહી છે. આ મેચમાં મનિકાનો સામનો યૂક્રનની ખેલાડી માર્ગરેટા પેસોટસ્કા સાથે થયો હતો.
આ પણ વાંચો- tokyo olympics 2020 day 3: દિવ્યાંશ અને દિપકનું નિરાશાજનક પ્રદર્શન, અંતિમ રાઉન્ડમાં ક્વોલિફાય ન કરી શક્યા
મનિકાએ શનિવારે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં બ્રિટનની તીન-તીન હો દોને 4-0થી હરાવી
બે સેટથી પાછળ ચાલી રહેલી મનિકાએ અગાઉના 2 સેટમાં નુક્સાનની ભરપાઇ કરી ગેમને બરાબરી પર લાવી હતી, ત્યારબાદ તેને 5મી ગેમમાં ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. મનિકાએ ઝડપ બતાવતા છેલ્લા 2 સેટમાં જીત હાંસલ કરી અને સાથે જ તે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી શકી. અગાઉ, મનિકાએ શનિવારે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં બ્રિટનની તીન-તીન હો દોને 4-0થી હરાવી હતી.