- ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
- કોલંબિયાના એડ્યુઆર્ડો ટાઇગ્રેસરોસ સાથે થયો હતો મુકાબલો
- રવિએ તેમને 13-2થી હરાવ્યો
ટોકિયો: ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા 57 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા હતા જેમાં તેમનો સામનો કોલંબિયાના એડ્યુઆર્ડો ટાઇગ્રેસરોસ સાથે થયો હતો. આ દરમિયાન રવિએ તેમને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.
સોનમ મલિક 62 કિલોગ્રામના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ
અગાઉ, ભારતીય કુસ્તીબાજ સોનમ મલિક 62 કિલોગ્રામના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી જેમાં તેણીનો સામનો મંગોલિયાની ખુરેલખુ સાથે થયો હતો. આ દરમિયાન સોનમને 2-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.