- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં ત્રીજો મેડલ પડ્યો
- બોક્સિંગમાં લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ
- 69 કિલો વજન વર્ગની સેમિફાઈનલમાં તૂર્કીની ખેલાડી સામે હારી
ટોક્યો: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને Tokyo Olympics 2020ની કોકૂગીકન એરેના ખાતે સેમિફાઇનલ મેચમાં વિશ્વ ચેમ્પિયન તુર્કીના બુસેનાજનો સામનો કર્યો હતો. જેમાં તે 5-0થી હારી ગઇ હતી પરંતુ સેમિફાઇનલ રમવા બદલ તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. લવલિનાનો આ મેડલ આ ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ છે.
આ પહેલાં ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેને કોકૂગીકન એરેના ખાતે આયોજિત ટોક્યો ઓલિમ્પિકની ( Tokyo Olympics 2020 ) 69 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં 4-1થી વિજય નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો