- આજથી ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) 2020નો પ્રારંભ થઈ રહ્યો છે
- 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે
- ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા પછી હવે એ આશા છે કે, ટોક્યો પેરાલિમ્પિક પણ ભારત માટે ગોલ્ડન જ રહેશે
હૈદરાબાદઃ 24 ઓગસ્ટ 2021થી ટોક્યોમાં ફરી એક વાર વિશ્વમાં હૈરતઅંગેજ રેકોર્ડ્સ બનશે અને તૂટશે. ટોક્યોમાં મંગળવારે સાંજે ભારતીય સમયાનુસાર, 16.30 વાગ્યે એટલે કે સાંજે 4.30 વાગ્યે પેરાલિમ્પિક રમતનો પ્રારંભ થશે. જાપાનના રાજા નારૂહિતો રમતોની શરૂઆતની જાહેરાત કરશે. ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં 5 એથ્લિટ ધ્વજવાહક મરિયપ્પન થંગાવેલું, ડિસ્કસ થ્રોઅર વિનોદ કુમાર, જેવલિન થ્રો પ્લેયર ટેક ચંદ અને પાવરલિફ્ટર સકીના ખાતૂન અને જયદીપ સામેલ થશે.
આ પણ વાંચો-નાથન એલિસ બાકી રહેલી IPL મેચ પંજાબ કિંગ્સ માટે રમશે
5 સપ્ટેમ્બર સુધી થશે મુકાબલો, 4 સપ્ટેમ્બર સુધી મેડલની આશા
ટોક્યો પેરાલિમ્પિકમાં 5 સપ્ટેમ્બર સુધી મેચ રમાશે. આમાં 163 દેશોના લગભગ 4,500 એથ્લિટ 22 રમતોમાં 540 સ્પર્ધાઓમાં ભાગ લેશે. ભારત તરફથી 54 સભ્યોના દળ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે. આ ભારત તરફથી પેરાલિમ્પિકમાં જનારું સૌથી મોટું દળ છે. ટોક્યોમાં ભારતીય પેરા એથ્લિટ ટેબલ ટેનિસ, તરવૈયા, તીરંદાજી, કેનોઈંગ, એથ્લેટિક્સ, નિશાનેબાજી, બેડમિન્ટન, પાવરલિફ્ટિંગ અને તાઈક્વાંડો ઈવેન્ટમાં ભાગ લેશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ 11 સભ્યોનું દળ કરશે, જેમાં 5 ખેલાડી હશે. કોરોનાના વધતા કેસના કારણે રમત દરમિયાન ઓલિમ્પિકની જેમ દર્શકોની હાજરી નહીં હોય.
આ પણ વાંચો-બિશ્વામિત્ર સહિત 4 ભારતીય બોક્સર એશિયાઈ યુવા અને જૂનિયર બોક્સિંગની સેમિફાઈનલમાં પહોંચ્યા
કોણ છે ભારતના સિતારા, જેનાથી મેડલની આશા છે
દેવેન્દ્ર ઝાઝરિયા (Devendra Jhajharia): જેવલિન થ્રોમાં 2 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દેવેન્દ્ર ઝાઝરિયાથી ફરી મેડલની આશા છે. 12 વર્ષ પહેલા એથેન્સ પેરાલિમ્પિક રમતોમાં તેમણે પહેલી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો પેરાલિમ્પિક રમતમાં ઝાઝરિયાએ 63.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મરિયપ્પન થંગાવેલુ (Mariyappan Thangavelu):થંગાવલુએ રિયો રમતોમાં હાઈ જમ્પમાં 1.89 મીટર કૂદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમિલનાડુના સલેમના રહેવાસી થંગાવેલુ દેશના ત્રીજા ગોલ્ડ મેડલિસ્ટ પેરાલિમ્પિયન બન્યા. આ ઉપરાંત તીરંદાજી અને નિશાનેબાજીથી ભારતના મેડલની આશા કરી રહ્યા છે. તીરંદાજીમાં ભારત તરફથી હરવિંદર સિંહ, વિવેક ચિકારા, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને જ્યોતિ બાલિયાન જોર અજમાવશે. બેડમિન્ટનમાં પ્રોમદ અંતિલ અને જેવલિન થ્રોના એથ્લિટ સુમિત અંતિલ પણ મેડલોના દાવેદારમાં સામેલ છે. પાવર લિફ્ટિંગ (50 કિલો) ઈવેન્ટમાં સકીના ખાતૂન પર પણ રમત પ્રશંસકોની નજર ટકી છે.