ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Paralympics: પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજે જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતના સિંહરાજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે ફાઈનલમાં મનીષ નરવાલે સારૂ એવું પ્રદર્શન આપી શક્યા ન હતા. આ અગાઉ ભારતની મહિલા શૂટર રૂબીના ફ્રાન્સિસ પણ મેડલ માટેની સ્પર્ધમાંથી બહાર થઈ ગયા હતા.

Tokyo Paralympics: પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજે જીત્યો બ્રોન્ઝ મેડલ
Tokyo Paralympics: પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજે જીત્યો બ્રોન્ઝ મેડલ

By

Published : Aug 31, 2021, 1:07 PM IST

  • ટોક્યો પેરાલિમ્પિક્સના 7માં દિવસની શરૂઆત ભારત માટે સારી
  • પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મળ્યો બ્રોન્ઝ મેડલ
  • ભારત તરફથી સિંહરાજને મળ્યો બ્રોન્ઝ મેડલ, અન્ય શૂટર્સે કર્યા નિરાશ

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ચાલી રહેલી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો દબદબો યથાવત રહ્યો છે. આજે મંગળવારે પણ ભારને એક મેડલ મેળવવામાં સફળતા મળી છે. પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતના સિંહરાજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

અન્ય શૂટર્સે કર્યા નિરાશ

પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજ સિવાય ભારત તરફથી મનીષ નરવાલ પણ મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તેઓ બીજા જ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયા હતા. જ્યારે મહિલાો માટેની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં રૂબીના ફ્રાન્સિસ પણ ફાઈનલ માટેની રેસમાંથી બહાર થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details