- મીરાબાઇ ચાનૂ ટોક્યો ઓલમ્પિકમાં રજત ચંદ્રક જીતીને સોમવારે પાછી આવી છે
- દિલ્હી પહોંચ્યા પછી એરપોર્ટ પર તેમનો RTPCR ટેસ્ટ થયો હતો
- મારીબાઇ ચાનૂએ ટોક્યો ઓલમ્પિકમાં વુમન 49 કિગ્રા વર્ગમાં રજત ચંદ્રક જીત્યો
ટોક્યો- મીરાબાઇ ચાનૂ ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics)માં રજત ચંદ્રક જીતીને સોમવારે પાછી આવી છે. દિલ્હી પહોંચ્યા પછી એરપોર્ટ પર તેમનો RTPCR ટેસ્ટ થયો હતો. મારીબાઇ ચાનૂ( Mirabai Chanu)એ શનિવારે ટોક્યો ઓલમ્પિકમાં વુમન 49 કિગ્રા વર્ગમાં રજત ચંદ્રક જીતીને ભારતને પ્રથમ પદક અપાવ્યો છે. ભારત પાછા આવતા પહેલા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ઘરે જવા રવાના, ટોક્યો 2020ને મારા જીવનની યાદગાર પળ બનાવવા આભાર.
આ પણ વાંચો- Tokyo olympics 2020, Day 4: ભારતીય તીરંદાજી ટીમ અપડેટ
ચાનૂએ કુલ 202 કિગ્રાનું વજન ઉઠાવ્યું હતું
સ્પર્ધામાં પોતાના 4 સફળ પ્રયાસ દરમિયાન ચાનૂએ કુલ 202 કિગ્રાનું વજન ઉઠાવ્યું હતું. ચીનની ઝીહુઇ હોઉએ કુલ 210 કિગ્રા વજન ઉઠાવીને સ્વર્ણ ચંદ્રક હાંસલ કર્યો અને એક નવો ઓલમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ઇન્ડોનેશિયાની વિંડી કેંટિકા આઇસાએ કુલ 194 કિગ્રા ઉઠાવીને કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો હતો.