- ફાઇનલ મેચમાં રુસી પહેલવાન જવુર યૂગેવે તેને હરાવ્યો હતો
- રવિ દહિયાએ 57 કિગ્રા વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો
- રવિ સિલ્વર મેડલ જીતીને જ ભારત આવશે
ટોક્યો: ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ અહીં ચાલી રહેલી ટોક્યો ઓલિમ્પિકની પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રાની ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક સમિતિ (આરઓસી) ના જાયુર ઉગયેવ સામે 4-7થી હારીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જો કે, તેઓ ગોલ્ડ મેડલ મેળવી શક્યા નથી અને ઇતિહાસ પણ રચી શક્યા નથી. ફાઇનલ મેચમાં રુસી પહેલવાન જવુર યૂગેવે તેને હરાવ્યો હતો.
રવિએ ટોક્યોમાં શાનદાર શરૂઆત કરતા પોતાની કૂશળતાને સાબિત કરી
રવિએ ટોક્યોમાં શાનદાર શરૂઆત કરતા પોતાની કૂશળતાને સાબિત કરી હતી. તેણે સેમિફાઇનલમાં પાછળ ચાલ્યા બાદ પણ કજાખસ્તાનના નૂરઇસ્લામ સનાયેતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરીને ભારત માટે મેડલની ખાતરી નક્કી કરી લીધી હતી.
ફાઇનલ મેચના પહેલા પીરિયડમાં ઉગયેવે બે પોઇન્ટ મેળવ્યા
ફાઇનલ મેચના પહેલા પીરિયડમાં ઉગયેવે બે પોઇન્ટ મેળવ્યા, પરંતું રવિએ તરત પાછો આવ્યો અને બે અંક કરીને સ્કોર બરાબર કરી દીધો. જો કે, ત્યારબાદ ઉગયેવે બે પોઇન્ટ લઇને 4-2થી લીડ મેળવી હતી.
મનોહર ખટ્ટરે પણ અભિનંદન પાઠવ્યા હતા
મનોહર ખટ્ટરે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, રવિ દહિયાએ #Tokyo 2020માં માત્ર હરિયાણાનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું દિલ જીતી લીધું છે. સિલ્વર મેડલ જીતવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.