- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મહિલા હોકી ટીમ સાથે વાત
- આ ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે: નરેન્દ્ર મોદી
- મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી
ન્યૂઝ ડેસ્ક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ભલે તેમને મેડલ ન મળ્યું હોય, મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને નવી ચરમસીમાઓ નક્કી કરીએ છીએ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. ત્યારે ટોક્યોમાં ચાલી રહેલી ગેમ્સમાં બ્રોન્ઝ પ્લે-ઓફ મેચમાં મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગઈ હતી.
આ પણ વાંચો- Tokyo Olympics (Hockey): ભારત એક ગોલથી બ્રોન્ઝ ચૂકી ગયું, પણ લાખોના દિલ જીતી ગયા