- ગોલ્ડ મેડાલિસ્ટ જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા અસ્વસ્થ
- ચેમ્પિયનનો કોવિડ ટેસ્ટ આવ્યો નેગેટિવ
- રાજ્ય સરકારના કાર્યક્રમમાં ન આપી શક્યા હાજરી
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા( Neeraj Chopra )ને છેલ્લા 2 દિવસથી ભારે તાવ હોવાનું સામે આવ્યું છે. તેમનો કોવિડ ટેસ્ટ ડોક્ટર્સની સલાહ સાથે કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ખેલાડીએ ગઈ કાલે 103 ડિગ્રી તાપમાન હતું
તાવને કારણે તેઓ હરિયાણા સરકારના સન્માન સમારોહમાં પણ હાજરી આપી શક્યા ન હતા. IANS સાથે વાત કરતા નીરજના નજીકના સાથીએ જણાવ્યું હતું કે, નિરજ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. નજીકના લોકોએ જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી તેમનું તાપમાન 103 ડિગ્રી હતું, પરંતુ હવે તેની તબિયત સારી થઈ રહી છે. તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
ડોક્ટરએ આરામ કરવાની સલાહ આપી
ડોક્ટર્સએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તેનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું, જેના કારણે તે બીમાર પડ્યો હતો. તેમણે કહ્યું કે, નીરજ કદાચ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે, તે ત્યાં જઈ શકે છે. અન્ય ખેલાડીઓ હાલમાં અશોકા હોટલમાં છે.