- પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો
- પ્રવીણે પુરુષોની હાઈ જંમ્પ T-44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો
- ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને ગોલ્ડ મેડલ મેળવ્યો
ટોક્યો: પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષનો પ્રવીણ પુરુષોની હાઈ જંમ્પ T-44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો અને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યો હતું. ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથન (2.10 મીટર) એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિજો (2.04 મીટર) એ જીત્યો હતો.