ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics Day 9: 9માં દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે દુનિયાની નજર... - પીવી સિંધુ

ટોક્યો ઓલિમ્પિકનો આઠમો દિવસ ભારત માટે ખૂબ સારો દિવસ હતો. શુક્રવારે ભારતે વધુ એક મેડલ પોતાના નામે નોંધાવ્યુ છે. બોક્સર લવલીના બોરગોહેને મહિલા 69 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલમાં પહોંચવા માટે ચાઇનીઝ તાઇપેઇની નિએન ચિન ચેનને માત આપી છે. આ અગાઉ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ મેળવી આપ્યુ છે.

Tokyo Olympics
Tokyo Olympics

By

Published : Jul 30, 2021, 11:17 PM IST

  • 9માં દિવસે અતાનુ દાસ અજમાવશે નસીબ
  • પૂજા રાની પાસે ભારત માટે મેડલ મેળવવાની તક
  • કમલપ્રીત કૌર અને સીમા પૂનીયા કરશે રમતની શરૂઆત

ન્યૂઝ ડેસ્ક:ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુ બેડમિંટનમાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તે હવે મેડલથી માત્ર એક પગલુ દૂર છે. ક્વાર્ટર ફાઇનલ પહેલા ભારતીય પુરૂષ હોકી ટીમે પૂલ-A મેચમાં જાપાનને 5-3થી પરાજિત કર્યું હતું. દીપિકા કુમારનું તીરંદાજીમાં મેડલ જીતવાનું સપનું સતત ત્રીજી વખત પણ વિખેરાઈ ગયું છે. શૂટિંગમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ક્વોલિફિકેશન રેપિડ રાઉન્ડમાં રાહી સરનોબત અને મનુ ભાકર ફરી એકવાર નિરાશ થયા છે. બોક્સર સિમરનજીત કૌર મહિલાઓની છેલ્લી 16 માં મેચ હારી ગઈ હતી. ભારતની મહિલા ટીમે હોકીમાં આયર્લેન્ડને હરાવ્યું છે. મહિલા ખેલાડી દુતી ચંદે પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે.

ભારતના આ ખેલાડીઓ પર રહેશે નજર-

  • અતનુ દાસ

અતુનુ દાસે ગુરુવારે પુરૂષોની સિંગલ રિકર્વ તીરંદાજીમાં પોતાની જીત નોંધાવી છે. જ્યારે તેણે દક્ષિણ કોરિયાના સ્કોલર અને લંડન ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ઓહ જિનહિકેને હરાવી ટોક્યો ઓલિમ્પિક્સમાં 16 ના રાઉન્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અતનુ દાસ શનિવારે તેની 16 રાઉન્ડની મેચમાં જાપાનના તાકારાહ ફુરુકાવા સામે ટકરાશે.

  • પી.વી. સિંધુ

પી.વી. સિંધુએ શુક્રવારે પોતાની સીધી રમતને જીત તરફ વધારી હતી જ્યારે તેણે જાપાની શટલર અકાને યામાગુચીને 21-13, 22-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ અગાઉ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13થી હરાવી હતી. હવે, ભારતીય શટલર શનિવારે સાંજે બીજા ક્રમાંકિત તાઈ ઝ્ઝુ-યિંગ સામે જંગ લડશે.

  • પૂજા રાની

ભારતીય બોક્સર, પૂજા રાની (75 કિગ્રા) એ બુધવારે તેની પ્રથમ મેચમાં અલ્જેરિયાના ઇચ્રક ચૈબને હરાવીને તેની પ્રથમ ઓલિમ્પિક રમતોની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 30 વર્ષીય ભારતીય ખેલાડીએ તેના 10 વર્ષ જુનિયર હરીફ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ બનાવ્યું અને 5-0થી મેચ જીતી લીધી. શનિવારે, તેણી પાસે ભારત માટે મેડલ મેળવવાની તક છે. તે ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કિયાન લી સામે ટકરાશે.

  • કમલપ્રીત કૌર

શનિવારે ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌર અને સીમા પૂનીયા ટોક્યોમાં પોતાની રમતની શરૂઆત કરશે. આ બેમાંથી કમલપ્રીત કૌર પર ભારતને મેડલની આશાઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details