ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics Day 11: 2જી ઓગસ્ટે આ રમતોમાં દેખાશે ભારતીય ખેલાડીઓ - ટોક્યો ઓલિમ્પિક 2020

ટોક્યો ઓલિમ્પિકના 10મા દિવસે ભારતે તેના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. સ્ટાર શટલર પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે આ સિદ્ધિ ચીનના બિંગજિયાઓને હરાવીને મેળવી છે.

Tokyo Olympics
Tokyo Olympics

By

Published : Aug 1, 2021, 9:59 PM IST

  • પુરુષોની હોકી ટીમે 10માં દિવસે ઇતિહાસ રચ્યો
  • મહિલા બોક્સર લવલીના બોરગોહેન પહોંચી સેમીફાઇનલ
  • 2 ઓગસ્ટના રોજ ભારતને ઘણી રમતોમાં મેડલ મેળવવાની આશા

ન્યૂઝ ડેસ્ક: ભારતના ખાતામાં હવે બે મેડલ છે. બોક્સિંગમાં પણ મેડલની ખાતરી મળી છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં પહોંચી છે. સાથે જ પુરુષોની હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. તેણે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ચાર દાયકા બાદ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી છે.

આ પણ વાંચો- Tokyo Olympics Day 10: 10મો દિવસ આ ખેલાડીઓ માટે બની શકે છે 'સુપર સન્ડે'

ભારત ઉતરશે મેદાનમાં

સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની રમત એથ્લેટિક્સ ટ્રેકથી હોકી સુધી જોવા મળશે. આ દરમિયાન ઘણી રમતોની ઇવેન્ટ્સ હશે, જેમાં ભારત મેડલ માટે મેદાનમાં ઉતરશે. 2 ઓગસ્ટના રોજ ભારતને ઘણી રમતોમાં મેડલ મેળવવાની આશા રહેશે.

આ પણ વાંચો- Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

ઐશ્વર્યા તોમર 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં જોવા મળશે

એથલેટિક્સ શરૂઆતની રમતોમાંની એક હશે. અહીં ભારતની દુતી ચંદ મહિલાઓની 200 મીટર ઇવેન્ટની સેમિફાઇનલ માટે ક્વોલિફિકેશન રાઉન્ડમાં દોડતી જોવા મળશે. તે હીટ 4માં દોડશે, જે ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે હશે. જાપાનમાં ઓસાકા શૂટિંગ રેન્જના ભારત માટે અત્યાર સુધીના સમાચાર નિરાશાજનક છે. આવી સ્થિતિમાં 2 ઓગસ્ટના રોજ નવા દિવસની સાથે નવી આશા પણ હશે. ભારતના બે રાઇફલમેન સંજીવ રાજપૂત અને ઐશ્વર્યા તોમર સોમવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભાગ લેતા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details