- 13 વર્ષ બાદ ભારત પોતાનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું
- ટોક્યો ઓલિમ્પિક 2020 ગેમ્સમાં ભાગ લેનારાઓને અભિનંદન પાઠવ્યા
- કેપ્ટન વિરાટ કોહલી અને પ્રીમિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વિટ કર્યું
નોટિંઘમ:ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પ્રીમિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતાઓને તેમજ ટોક્યો ઓલિમ્પિક 2020 (tokyo olympics 2020) ગેમ્સમાં ભાગ લેનારાઓને અભિનંદન પાઠવ્યા છે.
ભારતે ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં સાત મેડલ જીત્યા
ભારતે તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં સાત મેડલ જીત્યા હતા. 13 વર્ષ બાદ ભારત પોતાનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું. કોહલીએ ટ્વિટ કર્યું, "અમારા તમામ વિજેતાઓ અને ઓલિમ્પિકમાં ભાગ લેનારાઓને અભિનંદન. જીત અને હાર એ રમતનો એક ભાગ છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે તમે દેશ માટે તમારું શ્રેષ્ઠ પ્રદાન કર્યું. અમને તમારા પર ખૂબ ગર્વ છે અને હું તમને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.