- સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો
- ભારતને આજે સોમવારે બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે
- દેશને આત્યાર સુધીમાં સુમિતની જીત સાથે સાત મેડલ મળ્યા
ટોક્યો :ભારતના જેવેલિન થ્રોઅર સુમિત અંતિલે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારત માટે મેડલ જીત્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતની આ જીત સાથે ભારતની મેડલ ટેલી સાત થઈ ગઈ છે.
આ પણ વાંચો:ભારતની દિકરી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
સુમિતના થ્રોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતનો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. તેમણે સોમવારે મહિલા R-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.