- મહિલા બોકસર લવલીના બોરગોહેને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
- 9માં દિવસે અપાવશે પીવી સિંધુ મેડલ
- તીરંદાજ દીપિકા કુમારી બહાર
ન્યૂઝ ડેસ્ક: ભારતે ટોક્યો ઓલિમ્પિકના આઠમા દિવસે મેડલની ખાતરી આપી છે. મહિલા બોકસર લવલીના બોરગોહેને 69 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈપાઇની નિએન ચિન ચેનને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. શટલર પીવી સિંધુએ પણ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે. તે જાપાનની અકાને યમાગુચીને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ મહિલા ક્વાર્ટર ફાઇનલ મેચ હારીને તીરંદાજ દીપિકા કુમારી બહાર થઈ ગઈ છે.
- DAY 9: 31 જુલાઈ શનિવારનું શેડ્યૂલ
ગોલ્ફ:4:15 AM
મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્રોક પ્લે રાઉન્ડ-2 (અનિર્બાન લાહિડી)
એથ્લેટિક્સ: 6:00 AM
મહિલા ડિસ્ક થ્રો ક્વોલિફિકેશન- ગ્રુપ A(સીમા પૂનિયા)
ગોલ્ફ:6:00 AM
મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્રોક પ્લે રાઉન્ડ-3 (અનિર્બાન લાહિડી-ઉદયન માને)
તીરંદાજી: 7:18 AM
પુરુષ સિંંગલ્સ 1/8 એલિમિનેશન (અતાનુ દાસ v/s ફૂરૂકાવા)
એથ્લેટિક્સ: 7:52 AM
મહિલા ડિસ્ક થ્રો ક્વોલિફિકેશન- ગ્રુપ B (કમલપ્રિત કૌર)
બોક્સિંગ:7:30 AM
મેન્સ ફ્લાઈ (48-52 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16(અમિત પંઘાલ v/s યુબજેન હર્ની, કોલંબિયા)